Gujarati News

Gujarati News

News of Wednesday, 21st July 2021

મોરબી : શિક્ષણ સંધના પડતર પ્રશ્નોના ઉકેલ મામલે રજૂઆત

જીલ્લા કલેકટર સહિતના ઉચ્ચ અધિકારી-પદાધિકારીઓને રજૂઆત કરાઈ

મોરબી જીલ્લા માધ્યમિક અને ઉચ્ચતર માધમિક શિક્ષણ સંધના હોદેદારો અને શીક્ષકોએ પડતર પ્રશ્નોના ઉકેલ માટે જીલ્લા કલેકટર સહિતના ઉચ્ચ અધિકારી-પદાધિકારીઓને રજૂઆત કરવામાં આવી હતી

મોરબી જિલ્લા માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના સંયુક્ત ઉપક્રમે સંઘના પ્રમુખો કુંભરવાડિયા, કામરીયા,મહામંત્રી વી.એમ., મુસ્તકભાઈ ભોરિયા સહિતના હોદ્દેદારોની આગેવાની હેઠળ શાળા સમય પછી કોરોનાની ગાઈડ લાઈનનું ચુસ્ત પાલન સાથે પડતર પ્રશ્ર્નો (૧)પાંચ વર્ષની ફિક્ક્ષ પગારની નોકરી તમામ હેતુઓ માટે સળંગ ગણવી(૨) સાતમા પગારપંચના એરીયસના બાકી હપ્તાં રોકડમાં ચુકવવા (૩) બિનશરતી ફાજલના કાયમી રક્ષણના પરીપત્રમાં રહેલી વિસંગત્તાઓ દુર કરવી(૪)CPF યોજના અને વર્ધિત પેંશન યોજના નાબુદ કરી GPF યોજના તથા જુની પેંશન યોજનાનો અમલ કરવો વગેરે પ્રશ્ર્નોના ઉકેલ માટે રજૂઆત કરવામાં આવ્યા છતાં ઉકેલ નહીં આવતાં જીલ્લા કલેક્તાએ અને જીલ્લા શિક્ષણ અધિકારીને તેમજ ધારાસભ્યને આવેદન આપવામાં આવ્યું છે

(1:08 am IST)