Gujarati News

Gujarati News

News of Friday, 21st August 2020

પોરબંદર જિલ્લામાં કોરોનાના વધુ ૧૩ કેસ

પોરબંદર, તા.૨૧: જિલ્લામાં કોરોનાના વધુ ૧૩ કેસ આવ્યા છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કોરાના પોઝીટીવ કેસની સંખ્યા ૩૪૫ પહોંચી છે.

આ નવા કોરોના પોઝીટીવ કેસમાં ખાવટના ૬૫ વર્ષના વૃધ્ધ, બોખીરાના પપ વર્ષીય મહિલા, મીયાણાના ૫૫ વર્ષના મહિલાનો સમાવેશ થાય છે. ઉપરાંત લક્ષ્મીનગર, વાણિયાવડ કે.કે.નગર, મેમણવાડા  બગવદર વિસ્તારનો સમાવેશ થયા છે. ભાવસિંહજી સરકારી હોસ્પિટલ આઇસોલેશન વોર્ડમાં હાલ કોરોના પોઝીટીવના કુલ ૩૨ કેસના દર્દી સારવાર લઇ રહ્યા છે.

(1:18 pm IST)