Gujarati News

Gujarati News

News of Friday, 21st August 2020

કચ્છના લખપતમાં પોણા ચારઃ ભુજ-નખત્રાણા-અંજારમાં રાા ઇંચ

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના ૧૭ તાલુકાઓમાં હળવા-ભારે ઝાપટા યથાવત

ભુજઃ આગાહી વચ્ચે કચ્છમાં ગાજવીજ સાથે કયાંક ધીમો તો કયાંક જોરદાર વરસ્યો હતો જે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીરઃ વિનોદ ગાલા-ભુજ)

રાજકોટ, તા. ર૧ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મિશ્ર વાતાવરણ વચ્ચે આજે કચ્છના લખપતમાં મેઘરાજા મહેર બાન થયા છે અને પોણા ચાર ઇંચ વરસાદ પડયો છે.

જયારે ભુજ-નખત્રાણા-અંજારમાં અઢી ઇંચ વરસાદ પડયો છે.

આ ઉપરાંત રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના ૧૭ તાલુકાઓમાં હળવા-ભારે ઝાપટા યથાવત છે.

અમરેલી જીલ્લાના ધારી, બાબરા, લાઠી, બોટાદ, કલ્યાણપુર, ભાણવડ, કાલાવડ, ધ્રોલ, કેશોદ, જુનાગઢ, મેંદરડા, માંગરોળ, માળીયાહાટીના, વંથલી, વિસાવદર, કચ્છના માંડવી તથા મુંદ્રામાં હળવા ભારે ઝાપટા પડયા છે.

(3:47 pm IST)