Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

કચ્છના મુન્દ્રામાં ૬૮મા ઉપવાસે તપસ્વીના પારણા: જૈન સમાજમાં ભારે ઉત્સાહ

મહાસતી સિદ્ધિ દર્શનાજીના ૯૧મુ ઓળી તપ, અદાણી ગ્રુપના એકઝી. ડાયરેકટર રક્ષિત શાહે તપસ્વીઓને વંદન કરી સુખશાતા પૂછી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ::: મુન્દ્રા માં હાલ તપગચ્છ જૈન સંઘ માં સિદ્ધિ દર્શનાજી મહાસતી આદિ ઠાણા ૪નો ચાર્તુમાંસ છે. મહાસતી સિદ્ધિ દર્શનાજીએ કરેલ ૯૧માં ઓળી તપના ગઇ કાલે થયેલા પારણા પ્રસંગે સાધર્મિક ભાઈ બહેનોએ દર્શન નો લાભ લીધો હતો.

મુન્દ્રા તપગચ્છ જૈન સંઘ ના પ્રમુખ વિનોદ ભાઈ ફોફડિયાના ૬૮ ઉપવાસની ઉગ્ર તપસ્યા બાદ તેમણે ગઈ કાલે પારણા કર્યા હતા. આ પ્રસંગે સમસ્ત જૈન સંઘની ઉપસ્થિતિ રહી હતી. તપસ્વીઓની અનુમોદના અંતર્ગત મુન્દ્રા શહેરના તપગચ્છ જૈન દેરાસર મધ્યે થી તપસ્વીઓનો ભવ્યતિભવ્ય વરઘોડો નીકળ્યો હતો અને તપસ્વી અમર રહો. જૈનમ જયતિ શાસનમ ના નારા સાથે સમગ્ર મુન્દ્રા શહેર ગુંજી ઉઠ્યું હતું.

તપસવીઓ નો આ વરઘોડો શહેર ના માંડવી ચોક, કંદોઈ બજાર, ફોફળ ફળિયા, ખારવા વિસ્તાર થઈ ખારવા સમાજ વાડી, સાગર ભુવન પહોંચ્યો હતો જ્યાં તપસવીઓ ના પારણાં નો કાર્યક્રમ યોજાયો હતો..

વિવિધ સુશોભીત બગીઓ માં બિરાજમાન તપસ્વીઓ ના નગરજનો એ દર્શન નો લાભ લીધો હતો..

મુન્દ્રા ના કંચન બેન ફોફડીયા પરિવારે મહાસ્તી સિદ્ધિ દર્શના જી  ના ૯૧મા ઓળી તપ ના પારણાં કરાવવાનો લાભ લીધો હતો..

તેમજ ૬૮ ઉપવાસ ની ઉગ્ર તપસ્યા કરનાર વિનોદ ભાઈ ફોફડીયા ના પારણાં નો લાભ તેમના પૌત્ર અક્ષય  પારસ ફોફડીયા એ લાભ લીધો હતો..

 

આજે વિનોદ ભાઈ એકદમ સુખ સાત્યા માં  છે..

૬૮ ઉપવાસ ની ઉગ્ર આરાધના અંગે તપસ્વી વિનોદ ભાઈ ફોફડીયાએ જણાવયું હતું કે નમસ્કાર મહામંત્ર માં ૬૮ શબ્દ હોવાથી ૬૮ ઉપવાસ ની ભાવના થઈ હતી અને સમગ્ર વિશ્વ ના જીવો નો કલ્યાણ થાય એવી ભાવના ભાવિ હતી.

આ પ્રસંગે અદાણી ગ્રુપ ના એકઝીક્યુટીવ ડાયરેક્ટર શ્રી રક્ષિત ભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા અને વિનોદ ભાઈ ફોફડીયા ને વંદન કરી તેમને સુખ સાત્યા પૂછી હતી....

 

મુન્દ્રા તપગચ્છ જૈન સંઘ ના પારસ ભાઈ ફોફડીયા એ જણાવયું હતું કે મુન્દ્રા તપગચ્છ જૈન સંઘ ના સંગીતાબેન  સંપત ભાઈ મહેતા ૧૭ ઉપવાસ, ધવલ ભરત ભાઈ મહેતા ૧૮ ઉપવાસ, ચાર સિદ્ધિ તપ, ૬૮ એકાસણા, ૬૮ બયાસણા, ૧ ધર્મચક્ર તપ, ૪ આયંબિલ તપ તેમજ છઠ તપ, અઠમ તપ અને અઠ્ઠાઈ તપ ના તપસ્વીઓએ પારણાં કર્યા હતા. તપસ્વીઓના વરઘોડા માં મુન્દ્રા સમસ્ત જૈન સંઘ ના પ્રમુખ ભુપેન્દ્ર ભાઈ મહેતા, મુન્દ્રા સુધરાઈ ના પ્રમુખ કિશોર સિંહ પરમાર, ઉપપ્રમુખ પ્રકાશ પાટીદાર, કારોબારી ચેરમેન ડાહ્યાલાલ આહીર, મુન્દ્રા શહેર ભાજપ પ્રમુખ પ્રણવ જોશી, મુન્દ્રા શહેર યુવા ભાજપ પ્રમુખ કરણ મહેતા, દિલીપ ગોર, હિરેન સાવલા ઉપસ્થિત રહ્યા હતા.

મુન્દ્રા સમસ્ત જૈન સંઘ ના પ્રમુખ ભૂપેન ભાઈ મહેતા એ 68ઉપવાસ કરનાર વિનોદ ભાઈ ફોફડીયા ને સુખ સાત્યા પૂછી વંદન કર્યા હતા..

આજના કાર્યક્રમ માં મુન્દ્રા જૈન સંઘ ના પંકજ શાહ, નીતિન શાહ શાંતિલાલ (પપ્પુ મહેતા, પપ્પુ વોરા, હરેશ મહેતા, દિપક શાહ, જીતુ મહેતા, ભરત મહેતા, હરેશ મહેતા, હાર્દિક સંઘવી, તેમજ સમસ્ત જૈન સંઘ ના ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.(તસ્વીર; રાજ સંઘવી)

(9:30 am IST)