Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

ખંભાળિયાના મોટા આંબલા ગામે પ્રેમપ્રકરણ સંદર્ભે બે પરિવારો વચ્ચે જુથ અથડામણ

જામખંભાળિયા તા.ર૧  : તાલુકાના વાડીનાર નજીક આવેલા મોટા આંબલા ગામે બે દિવસ પુર્વે મુસ્લિમ પરિવારના યુવક-યુવતીના પ્રેમ સંબંધ પ્રકરણમાં બે પરિવારો વચ્ચે મારામારી થઇ હતી. જેમાં લાકડી તથા ધારીયા જેવા હથિયારો ઉડયા હતા. આ પ્રકરણમાં સામ સામા પક્ષે કુલ ૧૪ શખ્સો સામે ધોરણસર ફરિયાદ નોંધાઇ છે.

વિગત મુજબ નાના આંબલા ગામે રહેતા રજાક કાસમ સંધાર નામના પ૦ વર્ષીય મુસ્લિમ આધેડ પરિવારની એક યુવતીને મોટા આંબલા ગામે રહેતા નાઝીમ ઉર્ફે જીવાભાઇના ભાણેજ સાથે સાથે પ્રેમ સંબંધ હોય, બંને ઘર છોડીને ચાલ્યા ગયા હતા. આ બાબતનું ઘણા સમયથીબંને પરિવારો વચ્ચે મનદુઃખ ચાલતુ હતુ. તેનો ખાર રાખી નાઝીમભાઇ ઉર્ફે જીવાભાઇ તથા તેમના પિતા અલારખાભાઇ, ભાઇ ગફારભાઇ, તથા ઓસ્માણભાઇ સાથે બોલાચાલી થઇ હતી. જેથી ફરિયાદી રજાકભાઇ સંધાર તથા તેમનો પુત્ર સલીમભાઇ તેમને સમજાવવા જતાં નાઝીમભાઇ, અલારખાભાઇ, અબ્દુલભાઇ, અકબરભાઇ તેમજ હાજી ખમીશા, લતીફ કાસમ અને આમદ કાસમ નામના સાત શખ્સોએ એક સંપ કરી ગેરકાયદેસર મંડળી રચીઅને સાહેદ સલીમભાઇ સંધારને ધારીયા વડે ઇજાઓ પહંચાડી હતી.

આ ઉપરાંત હાથમાં ફેકચર સહિતની ઇજાઓ પહોંચાડી હતી. રજાકભાઇ કાસમભાઇ સલીમભાઇ ગફારભાઇ ઓસમાણભાઇ નામના ચાર પરિવારજનોને ઇજાઓ કરી આરોપી શખ્સો દ્વારા જાનથી મારી નાખવાન ધમકી પણ આપવામાં આવી હોવાનું રજાકભાઇ કાસમભાઇ ડસંધાર દ્વારા પોલીસમાં જાહેર થયું છે.

આ બનાવ અંગે વાડીનાર મરીન પોલીસ સાતેય શખ્સોસામે આઇપીસી કલમ ૩ર૩, ૩ર૪, પ૦૪, પ૦૬ (ર) ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯ તથા જી.પી.એકટ મુજબ ગુનો નોંધી, આગળની કાર્યવાહી પીએસઆઇ કે.એન.ઠાકરીયા દ્વારા હાથ ધરવામાં આવી છે.

આ પ્રકરણમાં સામા પક્ષે મોટા આંબલા ગામના રહીશદ આમદભાઇ કાસમભાઇ સંધિએ નાના આંબલ ા ગામના રજાકભાઇ કાસમભાઇ સંધાર, સલમી રજાકભાઇ, ગફાર કાસમભાઇ, ઓમસાણ કાસમભાઇ, હનીફ હુસેનભાઇ, ઇસુબ હુસેનભાઇ અને આમીન હુશેનભાઇ નામના સાત શખ્સોસામે વાડીનાર મરીન પોલીસમાં ધોરણસરની ફરિયાદ નોંધાવી છે.

આ ફરિયાદમાં જાહેર થયેલી વિગત મુજબ ફરિયાદી આમમદભાઇના પિતરાઇભાઇને આરોપી પરિવારની એક પુત્રીસાથે સંબંધ હોવાથી ઘર છોડીને જતા રહેતા આ બાબતનું મનદુઃખ રાખી, આરોપી શખ્સો દ્વારા ફરિયાદી આમદભાઇ કાસમભાઇ તેમજ સાહેદ અલારખાભાઇ તથા બોદુભાઇ ઉપર કુહાડી, પાઇપ તથા લાકડીઓ વડે ઘાતક હુમલો કરી અને બિભત્સ ગાો કાઢી, મારી નાખવાની ધમકી આપી, ઇજાઓ પહોંચાડી હતી.

ઉપરોકત બનાવ અંગે સ્થાનીક પી.એસ.આઇ. કે.એન.ઠાકરીયાએ સાતેય શખ્સો સામે પી.સી. કલમ ૩ર૩, ૩ર૪, પ૦૪, પ૦૬ (ર) તથા રાયોટીંગ  અને જી.પી.એકટ મુજબ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(10:53 am IST)