Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

વેરાવળ ભીડિયામાં ફિશરીઝ રીસર્ચમાં ઉત્તરાખંડના ૧૨ ફિશરમેનોને મત્સ્ય ઉછેરની તાલીમ

(મીનાક્ષી ભાસ્કર વૈદ્ય દ્વારા) પ્રભાસપાટણ તા.૨૧ : સોમનાથ વેરાવળ હાઇવે મધ્યે ભીડિયા ખાતે આવેલ સેન્ટ્રલ ઇન્સ્ટીટયુટ ફીશરીઝ રીસર્ચ ટેકનોલોજી વૈજ્ઞાનિક કેન્દ્ર ખાતે ઉત્તરાખંડના ૧૨ મચ્છી ઉછેર કરનાર ફીશરમેનોએ કુશળતા અને તેના ઉત્પાદનનું મુલ્યવર્ધક વધુ કેમ મળે તેની ત્રિદિવસીય તાલીમ લીધી.

આ તાલીમમા ઉત્તરાખંડના ચમોલીથી આવેલ આ માછીમારોને માછલીમાંથી બનતી વસ્તુઓની પ્રોડકટ જેવી કે કટલેસ, ફિનાઇલ, ટ્રાઉટ, અથાણા, સુકી માછલીના વેસ્ટના પીંડ બનાવી તેનું વેચાણ, સમોસા જેવી વાનગીઓ વ્યાખ્યાન તથા પ્રેકટીકલ કરી બતાવી તેના ઉત્પાદનમાં મુલ્યવર્ધકતા વધે તે માટે ખાસ શિક્ષણ અપાયુ જેમા વેરાવળ કેન્દ્રના પ્રભારી વૈજ્ઞાનીક આશીષકુમાર ઝા, ટ્રેનીંગ કો.ઓર્ડીનેટર ડોકટર અનુપમા ટી, ડો.સારીકા અને શ્રીજીત એસ. સહિતે ભાગ લીધો.

ઉત્તરાખંડના આ ખેડૂતો અંગેની ત્યાના ઇન્ચાર્જ ફીશરીઝ અધિકારી કનક શાહે જણાવ્યુ કે, ઉત્તરાખંડમા નાન-નાના કુંડો બનાવી તેના પાણીમા ટ્રાઉટ એટલે કે રેઇનબોો નામની ખાસ માછલીનું ઉત્પાદન ઘરઆંગણે થાય છે. આ માછલીની કિંમત ૬૦૦ રૂપિયાથી શરૂ થઇને ૨૦૦૦ રૂપિયે કિલો સુધી વેચાય છે અને ફાઇવ સ્ટાર હોટલમાં ૨૩૦૦ રૂપિયા સુધી પણ મળે છે. આ ઉત્પાદનમાં સરકારની સહાય પણ મળે છે અને તે માછલીમાંથી બનતી પ્રોડકટો માટે અને આઉટલેટ રેસ્ટોરન્ટ માટે પ્રેકટીકલ શિક્ષણ પણ કોચીન, મુંબઇ, વિશાખાપટ્ટનમ અને વેરાવળ ખાતે અપાય છે અને એ રીતે માછલીની મુલ્યવર્ધક ઉત્પાદન વિકાસ અને ક્ષમતા નિર્માણના વર્કશોપ યોજાતા રહે છે. ટ્રાઉટ નામની આ માછલી ૧ કિલો જ નહી ૩ થી ૪ કિલો વજનની પણ મળી રહે છે.

તા.૧૬ થી ૧૮ સપ્ટે. યોજાયેલ આ તાલીમવર્ગની તાલીમથી ઉત્તરાખંડના માછીમારોએ સંતોષ અને નવી જાણકારી મળ્યાનો આભાર વ્યકત કર્યો હતો.

(11:00 am IST)