Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

જામજોધપુરનાં ધુનડામાં પૂ. જેન્તીરામબાપાનો સત્સંગઃ શાસ્ત્રી ભાવેશભાઇ શીલુને શ્રધ્ધાંજલી અર્પતા પૂ. મુકતાનંદ બાપુ

જામજોધપુર તાલુકાનાં ધુનડા સંતપુરણધામ આશ્રમ ખાતે આજે રાત્રે ૯ કલાકે પુનમ નિમિતે પૂ. જેન્તીરામ બાપાના સત્સંગનો કાર્યક્રમ યોજાયો હતો. તેમજ પૂ. બાપાના જયેષ્ઠ પુત્ર ભાવેશભાઇ શીલુ ગત ર૦ મે ના રોજ બ્રહ્મલીન થતા તેમની ચોથી માસિક પુણ્યતિથી નિમિતે અખિલ ભારત સાધુ સમાજના પ્રમુખ પૂ. મુકતાનંદબાપુની ઉપસ્થિતીમાં ભાવેશભાઇ શીલુને શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી. અને ભાવેશભાઇએ પોતાના સરળ સ્વભાવ અને સંતોના પ્રેમી અને સૌના લાડલા અને લોકપ્રિય કે જેઓ હજુ આપણી વચ્ચે નથી. તેવું આપણે માનવ મજબુર બન્યા છીએ માત્ર ૪૦ વર્ષથી ઉમરે ખુબ મોટુ નામ અને પોતાના સેવાભાઇ કર્મોથી જગતમાં ખુબ સારી સુવાસ ફેલાવનાર ભાવેશભાઇને આજે પણ સાધુ સંતો અને સત પરિવાર ખુબ જ યાદ કરે છે. રાત્રે સત્સંગ સભા અને ભાવેશભાઇને શ્રધ્ધાંજલી આપવા ઉપસ્થિત રહેલા પૂ. મુકતાનંદબાપુએ જણાવ્યું હતું કે, ધુનડા પૂ. જેન્તીરામબાપાને સાત્વનાં આપવા અને ભાવેશભાઇને શ્રધ્ધાંજલી આપવા મન કેદીનું વળગ્યુ હતું અને આજે ધુનડા આવવાનું થયુ ત્યારે એ દિવ્ય ચેતનાને ગુરૂચરણમાં સ્થાન મળે એવી ભગવાનને પ્રાર્થના કરી છે. આજરોજ ધુનડા ખાતે પૂનમ નિમિતે પૂજય જેન્તીરામ બાપાના સત્સંગ અને તેમના જયેષ્ટપુત્ર શાસ્ત્રી ભાવેશભાઇ શિલુની શ્રધ્ધાંજલી આપવા પૂજય મુકતાનંદબાપુ ઉપસ્થિત રહી આશીર્વચન આપ્યા હતા અને તેમાં જુનાગઢ જિલ્લાના અકિલા બ્યુરો ચીફ વિનુભાઇ જોશી, રાજગોર બ્રાહ્મણ યુવક મંડળના પ્રમુખ કમલેશભાઇ ભરાડ તેમજ તુષાર મહેતા ઉપસ્થિતી રહ્યા હતાં. (તસ્વીર : મુકેશ વાઘેલા જુનાગઢ)

(11:01 am IST)