Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

વઢવાણમાં ધોળા દિવસે સામાન્ય બાબતે બોલાચાલી બાદ યુવકને ૧૫ છરીના ઘા ઝીંકી જાહેરમાં મોતને ઘાટ ઉતારી દીધો

કરૂણતાઃ જાહેરમાં યુવકને છરીના ઘા હત્યારો મારતો અને આજુબાજુના લોકો વિડિયો ઉતારતા રહ્યા : સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે હત્યારાને બનાવ બન્યાના બે કલાકમાં ધ્રાંગધ્રાથી ઝડપી લીધો

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા. ૨૧: સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળતી જઇ રહી છે તેવા સંજોગોમાં હત્યા ચોરી લૂંટફાટ મારામારી તેમજ ગુનાહિત પ્રવૃતિ ના બનાવની સંખ્યામાં નોંધપાત્ર રીતે વધારો થઈ રહ્યો છે તેવા સંજોગોમાં  વઢવાણ માં ગઈકાલે સાંજના સમયે યુવકને છરી ના દ્યા જીકી અને જાહેરમાં હત્યા કરી નાખવામાં આવી છે. જેને લઇને ચકચાર મચી છે.
વઢવાણ ના ધોળીપોળ વિસ્તારમાં સાંજના સમયે જાહેરમાં ખારવા રોડ ઉપર આવેલા આજકી વાડ વિસ્તારમાં રહેતા શાહરૂખ ઉર્ફે સ્ટાર બારીયાને જાહેરમાં છરી ના હથિયારના ઘા જીકી અને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે.
ગળાના હાથના અને પગના ભાગે છરીના ઘા મારી અને યુવકને જાહેરમાં મોતને ઘાટ ઉતારવામાં આવ્યો છે.ત્યારે આ મામલે વઢવાણ પોલીસ અને સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ દ્વારા આ બાબતની વધુ પોલીસ તપાસ હાથ ધરવામાં આવી હતી હત્યા કરી અને નાસી છૂટનારા હત્યારાને શોધી કાઢવા માટે પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી જોકે આરોપી વઢવાણ ભોગાવો માં ભાગી ગયો હોય અને ત્યાંથી ખાનગી વાહનમાં અન્ય ગામમાં જતો રહ્યો હોવાની બાતમી પોલીસને મળી હતી.
આ મામલે લોકલ ક્રાઇમ બ્રાંચના પીઆઇ એમ.ડી.ચૌધરી અને પીએસઆઇ વી.આર જાડેજા અને તેમની ટીમ દ્વારા તાત્કાલિક ધોરણે આજુબાજુના સીસીટીવી ફૂટેજ મેળવી અને આ મામલે વધુ પોલીસ તપાસ હાથ ધરવામાં આવતા આરોપી ધાંગધ્રા તરફ ખાનગી વાહનમાં નાસી છૂટયા હોવાનો ખુલાસો થવા પામ્યો હતો ત્યારે આ મામલે લોકલ ક્રાઇમ બ્રાંચના પીઆઇ અને તેમની ટીમ દ્વારા ધાંગધ્રા તરફ પગેરુ કરવામાં આવ્યું હતું.
ધાંગધ્રાના પ્રવેશદ્વાર ગણાતા સર્કલ ઉપરથી લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમ દ્વારા હત્યા કરનાર આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો ત્યારે તેની વધુ પુછપરછ કરવામાં આવતા તે પોતે રતનપર બાયપાસ વિસ્તારમાં રહેતો હોય અને પોતાનું નામ સુરેશભાઈ ઝાલા હોય તેવું જણાવવામાં આવ્યું હતું અને સામાન્ય બોલાચાલી બાદ જુના ઝગડા નો મનદુખ રાખી અને છરીના જીકયા હોય તેવું પણ ખુલાસો થવા પામ્યો છે.
આ સુરેશ ઝાલા નામના યુવકની અટકાયત કરી અને લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમ દ્વારા વધુ પોલીસ તપાસ હાથ ધરવામાં આવી છે અને આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પ્રેમ સંબંધમાં યુવકની હત્યા થઇ
સુરેશભાઈ નામના યુવક દ્વારા શાહરૂખ નામના યુવકની સરેઆમ હત્યા કરવામાં આવી છે ત્યારે વઢવાણમાં સરેઆમ ઇન્સાનિયત વેચાઈ હોય તેવો કિસ્સો સામે આવ્યો છે કારણ કે સામાન્ય બોલાચાલી બાદ બંને ઈસમો સામે બાખડી પડ્યા હતા પરંતુ સુરેશ નામના યુવક દ્વારા પોતાના કબજામાં રહેલી છરી બહાર કાઢવામાં આવી હતી અને શાહરૂખના પેટમાં ગળાના ભાગે અલગ અલગ સ્થળ ઉપર ૧૫ થી વધુ છરી ના દ્યા મારવામાં આવ્યા હતા ત્યારે લોકો વિડિયો ઉતારતા રહ્યા અને યુવક છરીના ઘા મારતો રહ્યો. ત્યારે વઢવાણમાં કરુણ દૃશ્યો સામે આવ્યા અને જાણે ઇન્સાનિયત બચી ન હોય તેવા દૃશ્યો સામે આવ્યા. જો કે પ્રેમ સંબંધમાં હત્યા થયાનો તપાસમાં ખુલાસો થયો છે.

 

(11:20 am IST)