Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

ગીર ગઢડાની ધોકડવા હાઇસ્કુલમાં જાનના જોખમ સાથે ભણતા વિદ્યાર્થીઓઃ છતના સળિયા દેખાયા

(નીરવ ગઢીયા દ્વારા) ઉના તા. ર૧ :.. ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામે હાઇસ્કુલ પ્રાથમિક શાળામાં છતના સળિયા દેખાતા ૪પ૦ ભણતા વિદ્યાર્થીઓને જાનનું જોખમ વધ્યું છે.

ધોકડવા ગામે હાઇસ્કુલ પ્રાથમિક શાળામાં ઇમારત જર્જરીત જોવા મળી છે. ગ્રાન્ટે હાઇસ્કુલ છે તેની સ્થાપના ૧૯૮૦ થઇ છે ત્યારે ધોકડવાના પ્રાથમિક શાળાના બિલ્ડીંગમાં ચાલતી પછી થોડા વર્ષો વિત્યા બાદ તે ખાનગી બિલ્ડીંગમાં ચાલતી જયારે છેલ્લા ૧પ કે ર૦ વર્ષથી આ જર્જરિત ઇમારતમાં જાનના જોખમે વિદ્યાર્થીઓ ભણે છે જયારે તેમના પ્રથમ હરિભાઇ કરૂણાશંકર હોરા હતા. ત્યારબાદ ભીખાભાઇ રત્નાભાઇ કતરીયા અને ત્યારબાદ હાલમાં એમના દીકરા કરસન ભાઇ ભીખાભાઇ કાતરીયા કાર્યકારી પ્રમુખ તરીકે  સંભાળે છે. ધોરણ ૮ થી ૧ર ના વિદ્યાર્થીઓ ભણે છે ત્યારે વિદ્યાર્થીઓની સંખ્યા ૪૦૦ કરતા વધારે છે આ ઇમારતમાં બાર શિક્ષકોમાંથી ૬ શિક્ષકો હાજર છે અને ૯-૧૦-૧૧ ના બે બે વર્ગો છે.

ધોરણ ૧ર માં નો એક વર્ગ છે હાલની પરિસ્થિતિ જોવા જઇએ તો આ ઇમારતમાં પોપડા પડે છે.  આ ઇમારતના પ્લાસ્ટર સંપૂર્ણ રીતે ઉખડી ગયું છે હાલ કોરોના કારણ છે અને સ્કુલ બંધ ચાલુ જેવી છે. પરિસ્થિતિ છે ધોકડવા ગામના વિદ્યાર્થીઓ અને આજુબાજુ ગામના વિદ્યાર્થીઓ આવી જ જર્જરીત સ્કુલમાં ભણવા મજબૂર બન્યા છે અત્યારે લોકો માંગ ઉઠવા પામી છે.

(11:48 am IST)