Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

સાવરકુંડલા ધજડીનો રોડ અતિ બિસ્માર હાલતમાં તંત્રનું મૌનઃ વાહન ચાલકોમાં નારાજગી

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા. ર૧ : સાવરકુંડલાથી આઠ કિલો મીટર દૂર આવેલ ધજડી ગામ જવા નો રસ્તા ઉપર ફૂટે ફૂટે બબે ફૂટ ના ખાડા ઓ પડી  ગયા છે તેથી ટુ વહીલથી માડી ભારે વાહન ચાલકો તોબા પુકારી ગયા છે આ રોડ ઉપરથી વાહન લઇ  વાહન ચાલકો નીકળ વાનું ટાળે છે એટલી હદે વાહન ચાલકો આ બીમાર રસ્તાઓથી  કંટાળી ગયા છે છતાં પણ લગતા  વળગતા વાળા ઓ ના પેટનું પાણી પણ હલતું નથી.

અતિ ખરાબ હાલત માં પડેલો ધજડીનો રોડ બનાવવાનું કામ આજથી ચાર માસ પહેલા જ બનાવવામાં આવેલ છે છતાં પણ આવા ટૂંકા સમયમાં રોડ જર્જરિત થઈ જવા નું માત્ર એક જ કારણ કે તે રોડ માં ખૂબ જ મોટા પાયે ભ્રષ્ટાચાર થયાંનું લોક મુખે ચર્ચાય રહ્યું છે પ્રગતિશીલ અને ગતિશીલ ગુજરાત માં આવવા રોડ રસ્તા હશે?  કે પછી આને  ખખડજધ  ગુજરાત કહેવા માં આવે છે ? તંત્ર જનતાની સુખાકારી માટે આળસ ખંખેરીને જનતાની વેદનાને ધ્યાન લઇ ધજડી વાળો રસ્તો તાત્કાલિક યોગ્ય કરે તેવી પ્રબળ માંગ ઉઠી છે. 

(12:57 pm IST)