Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

ભાજપ કોંગ્રેસથી થાકેલા લોકો આપ ભેગાનો દાવો !!! ભાણવડ, ઓખા પાલિકા ચૂંટણીઓમાં ''આપ'' પક્ષ મેદાને

ખંભાળિયા, તા. ર૧ : ઓકટોબર માસમાં યોજાનાર પાલિકા ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટીએ પણ ઝુકાવ્યું છે.

આપના જિલ્લા અધ્યક્ષ કે. જે. ગઢવીએ જણાવ્યું હતું કે આપ દ્વારા ભાણવડમાં ર૪ તથા ઓખા ન.પા. માં ર૩ ઉમેદવારોને ઉભા રાખીને લડત અપાય છે. તથા ભાજપ, કોંગ્રેસ થી થાકી ગયેલા મતદારો આપ તરફ ઢળી રહ્યાનો દાવો વ્યકત કર્યો હતો તથા સ્થાનિક સમસ્યાઓથી ત્રસ્ત જનતા આ વખતે તેમને તક આપશે તેઓ આશાવાદ પણ શ્રી ગઢવીએ વ્યકત કર્યો હતો. ભાણવડમાં આપ આગેવાન ઇશુદાન ગઢવીએ પ્રવાસ પણ કર્યો હતો. 

(12:58 pm IST)