Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

જૂનાગઢમાં ખૂંટિયાઓની હડફેટમાં ઇજાગ્રસ્ત યુવાને મનપાના જવાબદારો સામે ફરિયાદ કરી

મહાનગપાલિકા તંત્ર કેટલ પાઉન્ડ શાખા અધિકારી/કર્મચારીઓ/વોર્ડ ઇન્સ્પેકટરોમાં હડકંપ

જૂનાગઢ નગર  માંથી મહાનગર બન્યા ને બે દાયકા જેટલો સમય થવા આવેલ છે જ્યારે સુવિધા ઓને બદલે નગરજનો દિવસે ને દિવસે અસહ્ય દુવિધા ઓનો સામનો કરી રહેલ છે જે પૈકી ગત દિવસોમાં ભાટિયા ધર્મ શાળા વિસ્તારમાં સાગર એપાર્ટમેન્ટ માં રહેતો  ઉસ્માન શેખ (ઉંમર વર્ષ ૨૪) પોતાના ઘરની નીચે પોતાની માતા સાથે બહાર જવા અર્થે ઊભો હતો દરમ્યાન બે આખલાઓ લડતા લડતા આવી અને  યુવાનને ફુટબોલ બનાવતા યુવાન ભારે ઇજાગ્રસ્ત થયેલ જેને તાકીદે હોસ્પિટલ ખસેડાયો હતો દરમ્યાન તે યુવાને હોસ્પિટલ એમ.એલ.સી કરવાની વાત કરતા અચંબામાં પડી ગયેલ અને મહાનગરપાલિકા તંત્ર સામે કેશ કરવાનું કહેતા પ્રથમ તો આનાકાની કરવા લાગેલ બાદ ઘણી મથામણના અંતે યુવાન ની વાત સ્વીકારી અને એમ.એલ.સી.કરી અને યુવાને પોલીસ રૂબરૂ આપેલ નિવેદનમાં મહાનગરપાલિકા સામે ફરિયાદ  લખાવતા પોલીસ પણ દીધામાં પડેલ ત્યાર બાદ ફરિયાદીની માંગણી મુજબ નિવેદનમાં ફરિયાદ લીધેલ.

આ બાબતે એ ડિવિઝન પી.આઇ. એમ.એમ. વાઢેરને ફરિયાદી ઉસ્માન એમ. શૈખ, બશીર એ.શૈખ, યુનુસભાઈ કુરેશી, તહેજીબ આઇ.બેલીમ, સમીર એ.અરબ. મહેબૂબભાઈ શૈખ. સોહેલ એ.સિદ્દીકી  સહિત ના પ્રતિનિધિ મંડળ ફરિયાદ કરેલ જે પૈકી વોર્ડ નંબર આઠ(૮) ના વોર્ડ ઇન્સ્પેકટર કેટલ પાઉ શાખાના કર્મચારીઓ/અધિકારી ઓ આ બાબતે ફરજ માં  બે દરકાર હોય યોગ્ય કાર્યવાહી કરતા ના હોય જેના કારણે આમ જનતા ભોગ બનતી હોય તેમજ આ બનાવ ની તપાસ માં જે દોષિત ઠરે તેની સામે બી.પી.એમ.સી.એકટ. ઈ.પી.કો.મુજબ જવાબદાર ઠેરવી કાનૂની પગલાં લેવા અને જો તાકીદે પગલાં લેવામાં નહીં આવેતો ના છૂટકે નામદાર કોર્ટ ના દાર ખખડાવવા ની ફરજ પડશે તેમ જણાવેલ  તેમજ મનપા ની હદમાં શહેરી વિસ્તાર મ કોઈપણ જાતના પશુઓના તબેલા ગમાણ ના હોવા જોઈએ તે અધિનિયમ જાહેરનામાની ચુસ્ત પણે  અમલવારી કરવી જ્યારે પી.આઇ  વાઢેરે આ બાબતે ચોક્કસ અસરકારક પગલાં લઈ યોગ્ય કાર્યવાહી કરવાની ખાત્રી આપેલ જ્યારે આ અંગેની જાણ મ.ન.પા. કમિશનર  રાજેશ તન્ના, મેયર .ધીરુભાઈ ગોહેલ, વિરોધ પક્ષના નેતા  અદ્રેમાંન ભાઈ પંજાને પણ જાણ કરવામાં આવી છે.

(1:05 pm IST)