Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

પોરબંદરના ખંભાળા-ફોદાળા જળાશય વિસ્તારોમાં અર્ધો ઇંચ

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા. ર૧ : શહેરને પાણી પુરૂ પાડતા ખંભાળા જળાશય અને ફોદાળા જળાશય વિસ્તારમાં અર્ધો-અર્ધો ઇંચ વરસાદ પડી ગયો હતો. પોરબંદર અન ેકુતિયાણામાં આજે વહેલી સવારે રોડ ભીના થાય તેવો ઝરમર વરસાદ વરસી ગયો હતો. દિવસ દરમ્યાન સખત બફારો રહે છે.

જિલ્લા કંટ્રોલ મુજબ કુતિયાણા વરસાદ ૯ મી.મી. (૮૭૪ મી.મી.) ખંભાળા જળાશય ૧૯ મી.મી. (૪૬પ મી.મી.) ૧ ઇંચ નવુ પાણી હાલ સપાટી ર૯,૮ ફુટ, ફોદાળા જળાશય ૧પ મી.મી.(૬રપ મી.મી.) ૧ ઇંચ નવુ પાણી હાલ સપાટી૩૩,૧૦ ફુટ ગુરૂતમ ઉષ્ણતામાન ૩ર,૪ સે.ગ્રે. લઘુતમ ઉષ્ણતામાન ર૭ સે.ગ્રે. ભેજ ૮પ ટકા હવાનું દબાણ ૧૦૦૮,૧ એચ.પી.એ સુર્યોદય ૬,૪૦ તથા સુર્યાસ્ત ૬.૪૮ મીનીટે.

(1:11 pm IST)