Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

જામકંડોરણાના દુધીવદર નજીક આવેલો ફોફળ ડેમ છલકાયો

ધોરાજી, જામકંડોરણા સહિત 52 ગામોની જીવાદોરી સમાન ડેમ છલકાતા લોકોમાં ખુશીની લહેર

રાજકોટ જિલ્લાના જામકંડોરણાના દુધીવદર નજીક આવેલો ફોફળ ડેમ છલકાયો છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે ફોફળ ડેમ ઓવરફલો થયો છે. ધોરાજી, જામકંડોરણા સહિત 52 ગામોની જીવાદોરી સમાન ડેમ છલકાતા લોકોમાં ખુશીની લહેર જોવા મળી છે. ફોફળ ડેમ અંદાજિત 1800 હેકટર જમીનને પિયત માટે સિંચાઇનું પાણી પૂરું પાડે છે ત્યારે ડેમ ઓવરફલો થતા સ્થાનિકોનો પાણીનો પ્રશ્ન હલ થયો છે.

(2:14 pm IST)