Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

સાવરકુંડલા અને ઘુઘરાળા ગામે વીજ શોક લાગતા બે ના મોત

અમરેલી,તા. ૨૧: સાવરકુંડલામાં રોયલ સુઝુકી શો રૂમમાં ટુ વ્હિલની સર્વિસ કરતા મહંમદ નજીર દિલાવરભાઇ ભટી (ઉવ.૨૦) ટુ વ્હિલની સર્વિસ કરવા પાણીની નોજલમાં શો રૂમની ઇલે. સ્વિચમાંથી વીજશોક લાગતાં પ્રથમ ધોળકીયાના દવાખાને અને બાદમાં લલુભાઇ શેઠના દવાખાને લઇ જતા ફરજપર નાતબીબેમૃત જાહેર કયાંનું મોટાભાઇ મહંમદ શબ્બીર દિલાવરભાઇ ભટીએ સાવરકુંડલા પોલીસ મથકમાં જાહેર કરેલ છે.

બાબરા તાલુકાના ઘુઘરાળા ગામના રજનીકાંત ઠાકરશીભાઇ જોટંગીયા (ઉવ.૫૪) તેઓના ચમારડી જવાના રસ્તાની પ્લોટ વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટના લેમ્પ બદલવાનું કામ કરતા હોય. તે દરમિયાન તેમણે વીજશોક લાગતા પોલ ઉપરથી પડી જતા મોત નિપજયાનુ઼ પુત્ર ચંદુભાઇ જોટંગીગાએ બાબરા પોલીસ મથકમાં જાહેર કરેલ છે.

કલીનરનું મોત

સાવરકુંડલા રોડપર ચરખડીયા નજીક ટ્રક પુલ નીચે ખાબકતા એકનું મોત થયું છે. ટ્રક ડ્રાઇવરે કાબુ ગુમાવતા ટ્રક પુલ નીચે ખાબકતા કલીનકર શિવમ (ઉંમર -૩૦)નું મોત થયું છે. જ્યારે ટ્રકના એક વ્યકિતનો આબાદ બચાવ થયો છે. જ્યારે એકને ઇજા થતા ઇમરજન્સી ૧૦૮ મારફત સારવાર માટે ખસેડેલ છે.

સગાઇની ના પાડતા

ડુંગરના માંડળ ગામે રહેતા માવલભાઇ કુકાભાઇ અરડુ રહે. મોટા મુસદાવાળાની દીકરીની સગાઇ માટે તે જ ગામના શામળા મુળુભાઇ ઠાકરીયાના દિકરા સાથે કરવાનું જણાવતા માવલાભાઇના દિકરાની સગાઇ બાકી હોવાથી ના પાડતા ગાળો બોલી પાઇપ વડે માર મારી ફેકચર કર્યોની ડુંગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ડુંગર ગામેથી લાપતા

ડુંગર ગામે રહેતી યુવતી મોડી રાત્રીના ઘરેથી કોઇને કહ્યા વગર કયાંક ગુમ થયાનું પિતાએ ડુંગર પોલીસ મથકમાં જાહેર કરેલ છે.

ચરખા ગામે જુગાર

બાબરા તાલુકા ચરખા ગામે જાહેરમાં બતીના અજવાળે જુગાર રમતા બાબુ ગોવિંદભાઇ ચીત્રોડા, મધુ વલ્લભભાઇ કુંભાણી, બાબુ હીરજીભાઇ કુંભાણી, પ્રવિણ નારણભાઇ ચીત્રોડા, અશોક નારણભાઇ ચિત્રોડા સહિત આઠ શખ્સોને પો.કોન્સ. રામદેવસિંહ સરવૈયાએ રોકડ રૂ. ૧૦,૯૦૦ સાથે જ્યારે ખાંભાના માલકનેશ ગામે રવજી ભાકાભાઇ મકવાણા, કનુ રવજીભાઇ શીયાળ, મહેન્દ્ર નરેશભાઇ ખુમાણ, પ્રકાશ કનુભાઇ હીંગુ, વાઘજી ખીમાભાઇ જાદવ સહિત ૧૩ શખ્સોને પો.કોન્સ. મનીષભાઇ ઝાલાએ રોકડ રૂપિયા ૩૩,૭૦૦ સાથે ઝડપી પાડ્યા હતા.

રાજુલામાં માર માર્યો

રાજુલામાં ટાવર નજીક કરીયાણાની દુકાન પાસે વિનોદ ઉર્ફે રામભાઇ મનગભાઇ પરમાર (ઉવ.૪૮)ને એક વર્ષે પહેલા પૈસાની લેતી દેતી પ્રશ્ને અશ્વિન અનકભાઇ ખુમાણ રહે. વડવાળા સામે ફરિયાદ કરેલ હતી જે મનદુઃખ રાખી અશ્વિન અનકભાઇ ખુમાણ રહે. વડ રવિ અશોકભાઇ વરૂ રહે. છતડીયા તેમજ એક અજાણ્યા શખ્સે તા. ૧૮/૯ના ફોર વ્હિલમાં આવી ગાળો બોલી પાઇપ વડે માર મારી ફેકચર કરી ધમકી આપ્યાની રાજુલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

સગપણ તૂટી જતા

સાવરકુંડલા તાલુકાના વડલી ગામે હાલ પીયર વીજપડી રહેતી શિલ્પાબેન બાબુભાઇ વાણીયા (ઉવ.૨૯)ને પતિ શુકલ ઉર્ફે રામજી મથુરભાઇ હડીયા, સાસુ જાહીબેન, જેઠ હિંમત મથુરભાઇ હડીયાએ શિલ્પાબેનના ભાઇ તથા નણંદનું સગપણ તૂટી જતા મનઃદુખ રાખી ઘરકામ પ્રશ્ને અવાર-નવાર મેણા મારી ત્રાસ આપી માર મારી ધમકી આપ્યાની સાવરકુંડલા રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

દારૂ દરોડા

અમરેલી જિલ્લામાં જુદા-જુદા ૭૨ સ્થળોએ પોલીસે દેશી દારૂના દરોડાઓ પાડી મહિલાઓ સહિત અનેક શખ્સોને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા સાવરકુંડલામાં કિંજલબેન ચંદુભાઇ વાઘેલાને દેશી દારૂ ૨ લી. અને સાધનો મળી રૂ. ૩૬૦ રસીલાબેન રામભાઇ કંઢળીયાને ૧ લી, દેશી દારૂ. આથો ૩૦ લી. અને સાધનો મળી રૂ. ૧૫૦ સાથે ચલાલાના લાખાપાદરમાં કપીલ રામકુભાઇ વાળાને આથો ૩૦ લી. દેશી દારૂ ૨ લી., અને સાધનો મળી રૂ. ૨૫૦ સાથે, દામનગર સીતારામ નગરમાં કાજલબેન જયસુખભાઇ પરમારને દેશી ૨ લી. આથો ૧૫ લી. અને સાધનો મળી રૂાન.૨૪૦ સાથે જ્યાબેન કાંતીભાઇ વાઘેલાને દેશી ૨ લી. આથો ૧૦ લી અને સાધનો મળી રૂ. ૨૩૦ સાથે લાઠીમાં લક્ષ્મીબેન રાજેશભાઇ ચારોલીયાને દેશી ૩ લી અને સાધનો મળી રૂ.૨૨૮ સાથે રાજુલાના જુની માંડ રડીમાં જીલુ છગનભાઇ મકવાણામાં દેશી ૩ લી. આથો ૬ લી. અને સાધનો મળી રૂ. ૧૪૨ સાથે , બાબરાના જીકુબેન વિકુભાઇ જાખમણીયાને દેશી ૩ લી અને સાધનો મળી રૂ. ૩૫૦ સાથે ઝડપી પાડ્યા હતા.

તસ્કરો ઝડપાયા

અમરેલી એલ.સી.બી.ના પી.એસ.આઇ પી.એન.મોરીને અમેરલી જિલ્લાના લાઠી બાબરા અને બોટાદ અને રાજકોટ, દ્વારકા જિલ્લાઓમાં અલગ અલગ જગ્યાએથી પવનચકકીમાં આપવાનો કોપર અર્થિગ વાયર બાબરાના સુખપરના સંજય વસ્તાભાઇ મકવાણા, ભરત વસ્તાભાઇ મકવાણા, સાગર વસ્તાભાઇ મકવાણા, રાજેશ ઉર્ફે રાજી કેશુભાઇ ચાવડા રહે. બાબરા નિલેષ રમેશભાઇ મકવાણા રહે. ઉટવડા, અશોક શીવાભાઇ ઝાપડીયા રહે. સુખપર વાળાને રૂ. ૩,૦૦૧,૪૬૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ગેંગ કેસ દાખલ કર્યો હતો.

જ્ઞાતિ પ્રત્યે અપમાનિત

નાગેશ્રીના ભાડા ગામે રહેતા ગોપાલભાઇ પીઠાભાઇ મહિડા (ઉવ.૨૭)ને ચુંટણીનું મનદુઃખ રાખી ભૂપત જીવાભાઇ ધાખડા એભલ આપાભાઇ વાળા, રાવત બાહુદરભાઇ વરૂએ લાકડી, પથ્થર, છત્રી તેમજ હાથ વડે માર મારી જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરી ધમકી આપ્યાની નાગેશ્રી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ડેટોલ પી જતા મોત

અમરેલીમાં નરોતમભાઇ રતનસિંહભાઇ દુવાણી (ઉવ.૮૫) વયોવૃધ્ધ હોય પથારી વશ હોવાથી વાસામાં ચાઠા પડી ગયેલ અને આંખો એસીડીટી હોવાથીએ રડીયું પિતા હોય અને ભૂલથી  ડેટોલ પી જતા સારવાર માટે દવાખાને ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મોત નિપજયાનું પુત્ર નરોતમભાઇએ અમરેલી સીટી પોલીસ મથકમાં જાહેર કરેલ છે.

(2:53 pm IST)