Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

મોરબી : ગર્ભવતી મહિલાને સલામત તેના પતિ પાસે પહોચાડી મહિલા અભયમની ટીમ

પીડિતાના પતિ તથા સાસરિયાંઓનું કાઉન્સેલિંગ કરી સમસ્યાનું સમાધાન કરી પીડિતાને તેના પતિને સુરક્ષિત સોંપી

મોરબી અભયમ હેલ્પલાઇનની ટીમે પંદર દિવસથી રઝળતી ગર્ભવતી મહિલાને સલામત રીતે પતિ પાસે પહોંચાડી માનવાની મહેક ફેલાવી હતી.
૧૮૧ અભયમ હેલ્પલાઇનમાં એક યુવાનનો કોલ આવ્યો હતો. જેને જણાવેલ કે છ મહિનાની ગર્ભાવસ્થા ધરાવતી એક મહિલા પંદર દિવસથી રસ્તા પર ભટકી રહી છે. આ સમસ્યા જણાતાની સાથે અભયમ હેલ્પલાઇન ટીમના કાઉન્સિલર ભારતીબેન પરમાર, મહિલા કોન્સ્ટેબલ ભાવિકાબેન માલવણિયા તેમજ પાયલોટ મીતેશભાઈ કુબાવત સ્થળ પર દોડી ગયા હતા.અને પીડિતાની પૂછપરછ કરતાં તેઓની સમસ્યા જાણવા મળી હતી કે તેના પતિ ઘરમાં મારકૂટ કરી જતા રહ્યા છે, તેમજ સાસુ માર મારે છે પ્રેમલગ્ન કર્યા હોવાથી પિયરના સગા સાથે કોઈ સંબંધ નથી કે સાથ આપતા નથી. અભયમ ટીમે તમામ હકીકત જાણી પીડિતાએ જણાવેલ એડ્રેસ પર પહોંચી પીડિતાના પતિ તથા સાસરિયાંઓનું કાઉન્સેલિંગ કરી સમસ્યાનું સમાધાન કરી પીડિતાને તેના પતિને સુરક્ષિત સોંપેલ હતી.

(6:54 pm IST)