Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

બાગાયતી ખેડુતોને ટ્રેકટર માઉન્ટેડ/ ઓપરેટેડ સ્પ્રેયર/ ઇલેક્ટ્રોસ્ટેટીક સ્પ્રેયર ખરીદી માટે સહાય મળશે: ૩૦મી સપ્ટેમ્બર સુધી અરજી કરી શકાશે

મોરબી : મોરબી જિલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડૂતોને ટ્રેકટર માઉન્ટેડ/ઓપરેટેડ સ્પ્રેયર (૩૫BHP થી વધુ)/ ઇલેક્ટ્રોસ્ટેટીક સ્પ્રેયર ઘટકમાં સરકારશ્રીનાં બાગાયત ખાતા દ્વ્રારા નિયમોનુસાર ખેડુત ખાતેદારને ખરીદ કિંમતના ૪૦% અથવા મહતમ રૂ. ૫૦,૦૦૦ ની મર્યાદામાં સહાય અને નાના, સિમાંત તથા મહિલા ખેડૂત ખાતેદારોને ખરીદ કિંમતના ૫૦% અથવા મહતમ રૂ. ૬૩,૦૦૦ ની મર્યાદામાં સહાય બાગાયત ખાતાના નિયમોનુસાર મળવાપાત્ર થાય છે.
આ માટે જિલ્લાના બાગાયતી ખેડુતોએ તા. ૩૦/૦૯/૨૦૨૧ સુધીમાં https://ikhedut.gujarat.gov.in ઉપર બાગાયતી યોજનાઓનાં ક્રમ નંબર:- ૧૮ ઉપર અરજી કરી, અરજીની પ્રિન્ટ નકલ સાથે સાધનીક કાગળ જેવા કે નવા ૭-૧૨, ૮-અ, આધારકાર્ડ નકલ, બેંક પાસબૂક નકલ અને રદ કરેલ ચેક, બાગાયત વાવેતર અંગે નો તલાટી મંત્રી નો દાખલો, વિગેરે સાથે રૂબરૂ કે ટપાલથી નાયબ બાગાયત નિયામકની કચેરી, ૨૨૬-૨૨૭-તાલુકા સેવા સદન, લાલબાગ પર સમય મર્યાદામાં રજૂ કરવા તેમજ વધુ વિગતો માટે ફોન નં:-૦૨૮૨૨-૨૪૧૨૪૦ ઉપર સંપર્ક કરવા નાયબ બાગાયત નિયામકની યાદીમાં જણાવેલ છે.

(6:55 pm IST)