Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

મોરબીના આમરણ ગામમાં યુવકનું ધુળકોટ ગામની નદીમાં ડુબી જતા મોત

મોરબી તાલુકાના આમરણ ગામમાં યુવકનું નદીમાં ડુબી જતા મોત થયું હોવાનું જાણવા મળ્યું છે.
આ બનાવની પ્રાપ્ત માહિતી મુજબ આમરણ ગામમાં રહેતા મયારામ સર્વનભાઇ ભુરિયા (ઉ.વ. 45) ગઇકાલે ધુળકોટ ગામની નદીમાં ડુબી જતા મૃત્યુ પામેલા હતા. મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મોત દાખલ કરી આગળની તપાસ હાથ ધરી હતી.

(10:20 pm IST)