Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

વિસાવદરમાં બે કલાકમાં બે ઈંચ વરસાદ : ઠેર-ઠેર પાણી ભરાયા : જૂનાગઢમાં એક ઇંચ વરસ્યો

ગિરનાર પર્વત પર વરસાદથી સોનરખ નદીમાં નીર આવતા દામોદર કુંડમાં પાણીનો પ્રવાહ વધ્યો

જુનાગઢ જિલ્લામાં વિસાવદરમાં બે કલાકમાં બે ઈંચ વરસાદ પડ્યો હતો, જેના કારણે રસ્તા પર ઠેર ઠેર વરસાદી પાણી ભરાયાં હતા. જૂનાગઢ શહેરમાં 1 ઇંચ વરસાદ નોંધાયો. ગિરનાર પર્વત પર વધારે વરસાદથી સોનરખ નદીમાં નવા નીર આવ્યા.સોનરખ નદીમાં નીર આવતા દામોદર કુંડમાં પાણીનો પ્રવાહ વધ્યો.દામોદર કુંડના અદભુત દ્રશ્યો સામે આવ્યા હતા.

(11:31 pm IST)