Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

કચ્છ નહેરુ યુવા કેન્દ્ર દ્વારા યોજાનારા મેગા યુવા મહોત્સવમાં ૩૦૦ સ્પર્ધકો ભાગ લેશે

તા. ૨૪મી સપ્ટેમ્બરના રોજ ૧૫થી ૨૯ વયના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહેશે:ચિત્રકલા,કવિતા લેખન,વકતૃત્વ ,ફોટોગ્રાફી, યુવા સંવાદ ,સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે

ભુજ :ભારત સરકારના યુવા બાબતો અને રમત ગમત મંત્રાલય અંતર્ગત કચ્છ  નહેરુ યુવા કેન્દ્ર અને અદાણી સ્કીલ ફાઉન્ડેશન ભુજ્ના સંયુકત ઉપક્રમે  "આઝાદીના અમૃત મહોત્સવ" અંતર્ગત  તા. ૨૪મી સપ્ટેમ્બર શનિવારના રોજ સવારે  ૧૫થી ૨૯ વયના ભાઈઓ બહેનોનો એક "મેગા યુવા મહોત્સવ યોજાનાર  છે. જેમા ચિત્રકલા,કવિતા લેખન,વકતૃત્વ ,ફોટોગ્રાફી, યુવા સંવાદ તથા  સાંસ્કૃતિક કાર્યક્રમોની સ્પર્ધાઓ યોજાશે.

 મેગા યુવા મહોત્સવની ઉજવણી  વિવિધ તાલુકાઓના વિવિધ સ્પર્ધાઓમાં  ૩૦૦ સ્પર્ધકો ભાગ લેશે.  જેમાં વિજેતાઓને રાજ્ય સ્તરે તેમજ રાષ્ટ્રીય સ્તરે ભાગ લેવાની તક મળશે. સ્પર્ધામા પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવનાર સ્પર્ધકોને પુરસ્કાર આપવામાં આવશે. સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવશે. સ્પર્ધાના દિવસે દરેક સ્પર્ધકોએ સમયસર અદાણી સ્કીલ ફાઉન્ડેશન ભુજ , જી.કે. જનરલ હોસ્પિટલ ભુજ ખાતે સમયસર હાજર રહેવા જિલ્લા યુવા અધિકારી રચનાબેન વર્મા, કચ્છ  નહેરુ યુવા કેન્દ્ર દ્વારા યાદીમાં જણાવાયું છે.

(12:13 am IST)