Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

કેન્દ્રીય મંત્રી પરસોતમભાઇ રુપાલાએ ભુવનેશ્ર્વરી પીઠની લીધી મુલાકાત : અશ્ર્વો અને નસ્લ મામલે કરાઇ રજુઆત

ભવિષ્યમાં અશ્વોની ઘટતી સંખ્યા, ચિંતા, નિકાસ અને તેને લગતા વિવિધ પગલાઓની છણાવટ

ગોંડલ: શહેરના પ્રસિધ્ધ ભુવનેશ્ર્વરી પીઠ ખાતે કેન્દ્રીય મંત્રી પરશોતમભાઇ રુપાલાએ મુલાકાત લઈ ભુવનેશ્ર્વરી માતાનુ પુજા અર્ચન કરી દર્શન કર્યા હતા.

 આ  વેળા આચાર્ય ઘનશ્યામજી મહારાજ, ભુવનેશ્ર્વરી પીઠના અધ્યક્ષ ડો.રવિદર્શનજીએ મંત્રી રુપાલાનુ સ્વાગત કર્યુ હતુ.બાદમા મળેલી બેઠકમાં કાઠીયાવાડી અને મારવાડી અશ્વપાલક સહકારી મંડળી - ગોંડલ તથા શ્રી કાઠીયાવાડી હોર્ષ બ્રીડર્સ એશોસીએશન ગુજરાતના સંયુક્ત ઉપક્રમે ભારતસરકારના કૃષિ વિભાગના મંત્રી પરશોતમભાઈ  રૂપાલાની ઉપસ્થિતિમાં અશ્વો, તેની નસ્લ અને તેને લગતી તમામ બાબતોની વિગતો ચર્ચા કરવામાં આવી હતી.

ખાસ કરીને સરકાર દ્વારા ભારતકક્ષાએ તથા રાજ્યકક્ષાએ કામા મંડળી નું પદાર્પણ, કામગીરી અને પ્રોત્સાહન આપવાથી ભારતભરમાં નામશેષ થતી આ જાતી પુનરોત્થાન થઇ શકે તેવું ભારપૂર્વક જણાવવામાં આવ્યું તેના ભાગરૂપે તેના તરફથી આનુસંગિક યોજનાકીય બાબતો અને તેમાં આવતી ત્રપુતીઓ દુર કરવા ખુબ જ હકારાત્મક અભિગમ દાખવવામાં આવ્યો હતો.

બેઠકમાં રાજસ્થાન તથા ગુજરાત ભરના અશ્વ ને ચાહનારા, પાલકકર્તા અને લાગણી ધરાવતા  મોટી સંખ્યામાં અશ્વપાલકો ઉપસ્થિત રહ્યા. 

 ૨૬ મી જાન્યુઆરી તેમજ ૧૫ મી ઓગસ્ટ ના દિવસે દિલ્હી ખાતેની પરેડમાં થરો બ્રીડની સાથોસાથ કાઠીયાવાડી તથા મારવાડી અશ્વનો પણ  ઉપયોગ, કળા અને પરેડ માં સામેલ થાય તેવી તમામની લાગણી દર્શાવવામાં આવી હતી.

ભવીષ્યના અશ્વોની ઘટતી સંખ્યા, ચિંતા, નિકાસ અને તેને લગતા વિવિધ પગલાઓની છણાવટ કરવામાં આવી હતી.  બેઠક મા  આચાર્ય ઘનશ્યામજી મહારાજ, અધ્યક્ષ ડો.રવીદર્શનજી ,સાંસદ રમેશભાઈ ધડુક, વલ્લભભાઈ કથીરિયા- ભૂતપૂર્વ ગોં સેવા આયોગ ચેરમેન, જસદણ દરબારસાહેબ સત્યજીતજી ખાચર, શામજીભાઈ ખુંટ, રાજેશભાઈ જાડેજા, અજીતસિંહ ગોહિલ તથા પશુપાલન ખાતાના અધિકારીઓ અને સ્ટડ ફાર્મ અને પ્રગતિશીલ અશ્વપાલકો હાજર રહ્યા હતા.

(1:00 am IST)