Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

અદાણી ટ્રાન્સમિશન પાંચ વર્ષમાં રીન્યુએબલ એનર્જીનો હિસ્સો ૬૦ ટકા વધારી, ઉત્સર્જન ઘટાડી: ૨૦૫૦ સુધીમાં નેટ ઝીરો બનવા સજ્જ

ભારતના કલાયમેટ ચેન્જના પગલા ને ગંભીરતા સાથે લઈ કાર્બન પ્રદૂષણ ઘટાડવા માટે ATL ની અનેકવિધ પહેલ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૧ :  વૈવિધ્યસભર અદાણી ગ્રુપના એક અંગ અને ભારતની ખાનગી ક્ષેત્રની સૌથી મોટી પાવર ડિસ્ટ્રિબ્યુશન કંપની  અદાણી ટ્રાન્સમિશન લિ.(ATL) એ વાતાવરણમાં કાર્બનનું પ્રદુષણ ધટાડવાની દીશામાં હાથ ધરેલા નક્કર પ્રયાસોના ભાગરુપે તેની ગ્રીન હાઉસ ગેસ (GHG)ના ઉત્સર્જન ઘટાડવાની યોજનાઓ અને નિર્ધારીત લક્ષ્યાંકો ગ્લોબલ વોર્મિંગને આવરી લેતી પહેલ કરનાર વિજ્ઞાન આધારિત લક્ષ્યાંક પહેલ (SBTi) ને સુપ્રત કર્યા છે. કંપનીએ ગ્લોબલ વોર્મિંગને આવરી લેવામાં યોગદાન આપવાની પોતાની પ્રતિબદ્ધતાથી એક વર્ષમાં SBTiને GHG ઉત્સર્જન ઘટાડવા માટે તેની વિગતવાર યોજના અને લક્ષ્યાંકો સુપ્રત કર્યા છે. ટકાઉ વૃદ્ધિ અને તેની નેટ ઝીરો તરફની સફર પર સતત ધ્યાન કેન્દ્રિત કરવાના ભાગરૂપે  અદાણી ટ્રાન્સમિશન લિ.એ ઓક્ટોબર ૨૦૨૧માં SBTi સમક્ષ તેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. ATL અત્યંત જરૂરી ક્લાયમેટના પગલાં સાથે તાલમેલ સાધી કાર્ય કરશે અને ગ્લોબલ વોર્મિંગને ૧.૫ °C સુધી મર્યાદિત રાખવાની વ્યૂહરચના ઘડી કાઢશે.

SBTi સમક્ષ જાહેર કરેલી પ્રતિબદ્ધતા સાથે સંકળાયેલા આ લક્ષ્યોને પૂર્ણ કરવા માટે અદાણી ટ્રાન્સમિશન લિ. એ ચોક્કસ વ્યૂહરચના બહાર પાડી છે. દેશમાં આ પ્રકારની તેની પ્રથમ પહેલમાં ATLની પેટા કંપની અદાણી ઈલેક્ટ્રીસિટી મુંબઈ લિમિટેડ(AEML) એ ગ્રીન ટેરિફ પ્રસ્તુત કર્યા છે, જે AEMLના ગ્રાહકોને ગ્રીન એનર્જી પસંદ કરવા અને દર મહિને ગ્રીન પાવર સર્ટિફિકેટ મેળવવા સક્ષમ બનાવે છે. જેઓ તેમની કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવા ઈચ્છે  એવા ગ્રાહકોમાં આ પહેલ લોકપ્રિય છે.

અદાણી ટ્રાન્સમિશનના મ’ખ્ય કારોબારી અધિકારી અને મેનેજિંગ ડાયરેક્ટર શ્રી અનિલ સરદાનાએ જણાવ્યું હતું કે "ભારતના ક્લાયમેટ સંબંધી કેન્દ્રિત તમામ પહેલોને ગંભીરતાથી લઈએ છીએ અનેે પ્રતિબદ્ધતામાં અમે નિર્ણાયક પગલાઓ મારફત યોગદાન આપીએ છીએ." “SBTi માટે લક્ષ્યાંકો સુપ્રત કરવામાં વ્યવસાય કરવા માટેની ટકાઉ રીતો ઘડવા પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ પડે છે. તે વ્યક્તિગત અને સામૂહિક પગલાં દ્વારા ક્લાયમેટનું જોખમ ઘટાડવાના ભારતના પ્રયાસોને પણ મજબૂત બનાવે છે. સબ-સ્ટેશનો ખાતે ઊર્જા કાર્યક્ષમતા પહેલ, સૌર ઉર્જા સાથે જોડતી વખતે સહાયક શક્તિ માટે સબસ્ટેશનોને ગ્રીડમાંથી ડી-લિંકિંગ અને નુકસાન ઘટાડવાના હેતુથી કાર્યક્ષમ ટ્રાન્સમિશન લાઇનને દાખલ કરવા જેવી અનેક નાની પ્રક્રિયાઓના કલ્મિનેશન સાથે જોડવાના આ સંયુક્ત વ્યાપક પગલાઓ ગ્રીન ટેરિફ તરીકે પ્રવેશવાથી AEMLને સકારાત્મક ક્લાયમેટ એક્શન હાંસલ કરવામાં નોંધપાત્ર યોગદાન આપશે."

     પેરિસ ક્લાઈમેટ એગ્રીમેન્ટ માટે ભારતની પ્રતિબદ્ધતાઓના સંદર્ભમાં SBTi માટે હાથ મિલાવવા એ એક મહત્વપૂર્ણ પગલું છે. અદાણી ટ્રાન્સમિશન લિ.૨૦૨૧માં ગ્લાસગોમાં યોજાયેલ COP26 ખાતે યુએન એનર્જી કોમ્પેક્ટના એક હસ્તાક્ષરકાર બની હતી. SBTi મારફત કંપનીઓ વિજ્ઞાન આધારિત ઉત્સર્જન ઘટાડવાના લક્ષ્યો નક્કી કરી રહી છે તેમની સમગ્ર મૂલ્ય સાંકળ ગ્લોબલ વોર્મિંગને પૂર્વ-ઔદ્યોગિક સમય કરતાં 1.5°C સ્તર ઉપર રાખવા સાથે સુસંગત છે. SBTi પ્રતિબદ્ધ કંપનીઓને પોતાના લક્ષ્યાંકો સુપ્રત કરવા માટે ૨૪ મહિના મળે છે. કંપની ઑક્ટોબર ૨૦૨૧ માં SBTi માટે પ્રતિબદ્ધ થયા બાદ એક વર્ષમાં જ ઉત્સર્જન ઘટાડવાના લક્ષ્યાંકો રજૂ કરનાર કેટલીક કંપનીઓ પૈકીની એક છે.

SBTi એ CDP, યુનાઇટેડ નેશન્સ ગ્લોબલ કોમ્પેક્ટ, વર્લ્ડ રિસોર્સિસ ઇન્સ્ટિટ્યૂટ (WRI) અને વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર (WWF) વચ્ચેનો સહયોગ છે. તે વિજ્ઞાન-આધારિત લક્ષ્ય નક્કી કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસોને વ્યાખ્યાયિત કરી અને પ્રોત્સાહન આપવા સાથે સ્વતંત્ર રીતે કંપનીઓના લક્ષ્યોનું મૂલ્યાંકન કરે છે.

અદાણી ટ્રાન્સમિશન લિમિટેડ:
અદાણી ટ્રાન્સમિશન લિમિટેડ (ATL) એ ભારતના સૌથી મોટાં ઔદ્યોગિક પ્રતિષ્ઠાનોમાં ગણના પામતા અદાણી જૂથની વીજળી ટ્રાન્સમિશન અને વિતરણ વેપારની પાંખ છે.  ATL ૧૮૭૯૫, સરકીટ કિલોમીટર નું એકંદર ટ્રાન્સમિશન નેટવર્ક ધરાવતી દેશની સૌથી મોટી ખાનગી ટ્રાન્સમિશન કંપની છે, આ પૈકી ૧૫,૦૦૩ સરકીટ કિલોમીટર કાર્યરત છે અને ૩૭૯૨ સરકીટ કિલોમીટરનું કાર્ય નિર્માણના વિવિધ તબક્કામાં છે. કંપની મુંબઈ અને મુંદ્રા સેઝમાં આશરે ૧૨૦ લાખથી વધુ ગ્રાહકોને વીજ સેવા પૂરી પાડી રહી છે. આગામી વર્ષમાં ભારતની ઉર્જા જરૂરિયાત ચાર ગણી થવાની છે ત્યારે ATL મજબૂત અને ભરોંસાપાત્ર પાવર ટ્રાન્સમિશન નેટવર્ક બનવા માટે સજ્જ છે. વર્ષ ૨૦૨૨નું  'પાવર ફોર ઓલ'નું ધ્યેય સાકાર કરવા માટે છુટક ગ્રાહકોને સર્વિસ પૂરી પાડવાની કામગીરી પૂરા જોશ અને ઉત્સાહ સાથે કરી રહી છે.

(10:07 am IST)