Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

આજે કચ્છમાં સરહદ ડેરી દ્વારા 'મિલ્ક ડે કાર્યક્રમ': વડાપ્રધાન નરેન્દ્રભાઈના જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડિયાની ઉજવણી

અમૂલના વાઈસ ચેરમેન અને સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલ દ્વારા અનેકવિધ જાહેરાતો, ૭૨૦૦ દીકરીઓના સુકન્યા ખાતા ખોલી ૧૮ લાખ રૂપિયા ડેરી ભરશે, વધુ દૂધ જમા કરાવતી મહિલાઓ અને મહિલા મંડળીઓને એવોર્ડ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૧ : આજે અંજાર APMC ખાતે શ્રી કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. “સરહદ ડેરી” ની 13 મી વાર્ષીક સાધારણ સભા તેમજ મિલ્ક ડે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જે અંતર્ગત વર્ષ 2021-22 અંતર્ગત સરહદ ડેરી દ્વારા કરવામાં આવેલ કામગીરીની હાઇલાઇટ રૂપરેખા રજૂ કરી, દૂધ સંઘના ભવિષ્યના આયોજનો ની વિગતવાર ચર્ચા કરાશે. વર્ષ દરમિયાન સૌથી વધુ દૂધ ભરાવતી મહિલા સભ્યોને સરહદ લક્ષ્મીના એવોર્ડથી સન્માન, વર્ષ દરમિયાન સૌથી વધુ દૂધ ભરાવતી મહિલા દૂધ મંડળીને પ્રોત્સાહન અપાશે.આકસ્મિક વીમા યોજના તળે વીમા સહાયની ચુકવણી કરાશે.

સારી કામગીરી કરવા માટે એવોર્ડ
ઉપરોક્ત કામગીરી ઉપરાંત દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી શ્રીના જન્મદિને નિમિતે સેવા પખવાડિયાના ઉજવણીના ભાગરૂપે નીચે મુજબની કામગીરી.
સુકન્યા સમૃધ્ધિ યોજના હેઠળ 7200 દીકરીઓને ખાતા ખોલાવવા જેનો પ્રથમ હપ્તો પ્રતિ ખાતા દીઠ 250 રૂપિયા લેખે 18 લાખ સરહદ ડેરી દ્વારા ભરવામાં આવશે.
આયુષ્માન ભારત યોજના તળે 7200 પશુપાલકોને કાર્ડ કઢાવી આપવામાં આવશે. 7200 વ્યક્તિઑ દ્વારા અંગદાનનું રજીસ્ટ્રેશન કરાશે. આ કાર્યક્રમ બાબતે અમૂલ ફેડરેશનના વાઇસ ચેરમેન અને સરહદ ડેરીના ચેરમેન શ્રી વલમજીભાઈ હુંબલે જણાવ્યું હતું કે ડેરી દ્વારા દર વર્ષે આ રીતનો કાર્યકમ યોજવામાં આવે છે જેમાં વર્ષ દરમિયાન ડેરી દ્વારા કરવામાં આવતી કામગીરી તેમજ જુદા જુદા વ્યક્તિઓને પ્રોત્સાહિત કરવામાં આવે છે જેમાં ચાલુ વર્ષે માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીશ્રીના 72 માં જન્મદિન નિમિતે વિશિસ્ત ઉપર મુજબની કામગીરી ડેરી દ્વારા કરી અને એક નવો ચીલો ચિતરવાનું કામ ડેરી દ્વારા કરવામાં આવશે. જેમાં ડેરી જેવી અન્ય સહકારી તેમજ પ્રાઇવેટ સંસ્થાઓ પણ પ્રેરણા લઈ અને લોક હિતે કામગીરી કરે.

(10:10 am IST)