Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

જૂનાગઢમાં બે પોલીસકર્મી ઉપર મોટર સાયકલ સવારનો હુમલો

બંનેને સસ્‍પેન્‍ડ કરાવી નાંખવાની પણ ધમકી આપી

(વિનુ જોશી) જૂનાગઢ તા. ૨૧ : જૂનાગઢમાં બે પોલીસકર્મી ઉપર મોટર સાયકલ સવારે હુમલો કરી અને બંનેને સસ્‍પેન્‍ડ કરાવી નાંખવાની ધમકી આપતા સનસની મચી ગઇ હતી.

જૂનાગઢ બી-ડીવીઝનના કોન્‍સ્‍ટેબલ ચિરાગભાઇ કરશનભાઇ વગેરે ગઇકાલે સાંજે જેનીલ શોપીંગ સેન્‍ટર સામે ફરજ ઉપર હતા ત્‍યારે જીજે૧૧કેકે-૭૧૩૭ નંબરનો બાઇક ચાલક જોશીપરાનો વંદિત જગદીશભાઇ મહેતા નામના શખ્‍સે આવી પોલીસકર્મી ચિરાગભાઇને પાછળથી બાઇક ભટકાવીને બોલાચાલી કરી હતી.

બાદમાં વંદિતે ઉશ્‍કેરાઇ જઇને ચિરાગભાઇને લાફો ઝીંકી દઇ સાથી સહકર્મચારીનો કાઠલો પકડી તેને ગાળો કાઢી હતી.

તેમજ આ ઇસમે સસ્‍પેન્‍ડ કરાવી નાંખવાની ધમકી આપી શર્ટના બટન તોડી નાખી ફરજમાં રૂકાવટ કરી હતી. આ બનાવને લઇ પોલીસ તંત્રમાં સનસની મચી ગઇ હતી.

(10:29 am IST)