Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

ગામડાઓમાંથી સપ્‍લાય બંધઃ દુધ લેવા લોકોના ફાંફા

રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ચાની લારીઓ, દુકાનો બંધઃ જો કે દુધની ડેરીઓ ખુલ્લી પરંતુ સ્‍ટોક ખલાસ : ઢોર નિયંત્રણ કાયદાનો ભારે વિરોધ

આટકોટમાં ચા ની હોટલો બંધઃ આટકોટમાં આજે માલધારી સમાજ દ્વારા આજે સવારેથી  જ હોટલો તમામ બંધ રહી હતી પશુ નિયંત્રણ કાયદો રદ કરવામાં આવે તેવી માંગણી કરી હતી આજે ચા હોટલ બંધ રહી હતી ચા પ્‍યાસીએ આજે ઘરે ચા પીવી પડી હતી (તસ્‍વીરો કરશન બામટા, આટકોટ)
રાજકોટ તા.ર૧ : ઢોર નિયંત્રણ કાયદાનો આજે માલધારી સમાજ અને દુધ ઉત્‍પાદકો, પશુપાલકોએ ભારે વિરોધ વ્‍યકત કરીને આજે દુધ સપ્‍લાય બંધ કરી દેવાતા લોકોને દુધ લેવા ફાંફા મારવા પડયા છે.
રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં હડતાલના કારણે દુધ વિતરણ ઠપ્‍પ થઇ ગયું છે. અને ચા ની લારીઓ તથા દુકાનો બંધ રાખવામાં આવી છ.ે
દુધની ડેરીઓ ખુલ્લી છે પરંતુ દુધનો સ્‍ટોક ખલાસ થઇ જતા લોકો દોડધામ કરી રહ્યા છે.
દુધની હડતાલના કારણે ગઇકાલે સાંજથી મોડી રાત્રી સુધી દુધની ડેરીઓ ઉપર લોકોની લાઇનો લાગી હતી.
આજે ઢોર નિયંત્રણ કાયદાના વિરોધમાં માલધારીઓ દ્વારા દુધ બંધનું એલાન આપવામાં આવ્‍યું છે દુધ ઉપરાંત ટી સ્‍ટોલ પણ બંધ રાખવા માટે જાહેરાત કરવામાં આવી છે.
રાજકોટમાં સમસ્‍ત ભરવાડ સમાજના ધર્મગુરૂ ઘનશ્‍યામપુરીબાપુ, રામબાપુ અને કનીરામબાપુ દ્વારા આપવામાં આહવાન પ્રમાણે એ ક દિવસ દુધ નહિ ભરીને ઢોર નિયંત્રણ કાયદાનો વિરોધ કરવા સાથે તા.ર૧ને બુધવારે દુધનો પુરવઠો શહેરો સુધી લાવવામાં નહિ આવે કે નહી ડેરીઓને આપવામાં આવે. જેતપુર શહેરના જીમખાના મેદાનમાં શહેર તેમજ તાલુકાના તમામ માલીધારીઓ એકઠા થયા હતા અને આજે દુધ ભરવામાં કે વિતરણ કરવામાં પણ નહિ આવે તેવો નિર્ણય કર્યોહતો. ખંભાળિયામાં સોનલ માતાજીના મંદિરે માલધારી સમાજની મીટીંગ યોજાઇ હતી અને દુધનો પુરવઠો બંધ રાખવા નિર્ણય કર્યો હતો.
ભાવનગર
(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગરઃ આજે બુધવારે માલધારીઓ દ્વારા એક દિવસ માટે દુધ વિતરણ બંધ રાખવાનું હોવાથી ભાવનગર શહેરમાં ગઇકાલે રાત્રે જ અમુલ પાર્લરોમાં અમુલ તાજા અને અમુલ ટી ફેશિયલ જેવી બ્રાન્‍ડની દુધની થેલી લેવા માટે ભીડ જોવા મળી હતી તો કેટલા કે પોતાના કાયમી દુધવાળા પાસે દ્વારા ગઇકાલે દુધનો વધુ સ્‍ટોક લઇ લીધો હતો. ભાવનગરમાં ગઇકાલે મોડી રાત સુધી દુધ લેવા માટે લોકોની ભીડ જોવા મળી હતી.

 

(11:10 am IST)