Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

વિસાવદર પીજીવીસીએલ-૧ની કચેરીમાં ડેપ્‍યુટી ઇજનેરની જગ્‍યા ખાલીઃ પ્રજાને પારાવાર હાલાકી

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર, તા.૨૧: વિસાવદર ટીમ ગબ્‍બર ગુજરાતના કે.એચ.ગજેરા તથા વિસાવદરના નયનભાઈ જોષી(એડવોકેટ)એ સબંધકર્તાઓને લેખીતમાં રજુઆતમા જણાવેલ છે કે, પીજીવીસીએલ કંપનીના વિસાવદર સબ ડિવિઝન નીચે અનેક ગામડાઓ તથા વિસાવદર સીટી વિસ્‍તાર આવતો હોય આ સબ ડિવિઝનમાં છેલ્લા ઘણા સમયથી ડેપ્‍યુટી ઇજનેરની જગ્‍યા ભરવામાં આવેલ નથી એક જ અધિકારી દ્વારા ગાડુ ગબડાવાતું હોય અને અવારનવાર ફોલ્‍ટ,ટીસીના પ્રશ્‍નો ઉભા થતા હોય પ્રજાને તથા ખેતીવાડીના ગ્રાહકોને મુશ્‍કેલીઓ પડતી હોય આ તાલુકામાં અવાર નવાર રજુઆત કરવા છતાં પણ આ જગ્‍યા ખાલી રાખવામાં આવેલ હોય આ જગ્‍યા ઉપર તાત્‍કાલીક અસરથી ડેપ્‍યુટી ઇજનેરની નિમણૂક કરવા માંગણી કરી છે.

(11:13 am IST)