Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

જસદણના બાબલવડ ગામે જસદણ - વિંછીયાં કોળી સમાજનું મહા સંમેલન

શામજીભાઇ ડાંગર દ્વારા વિધાનસભા ચૂંટણી લડવાનો દાવો

(વિજય વસાણી દ્વારા) આટકોટ, તા.૨૧: જસદણ તાલુકાનાં બાખલવડ ગામે આજે બપોરે ૩ વાગ્‍યે પોલારપર રોડ, ગોળાઇમાં ખાતે કોળી સમાજનું મહા સંમેલન યોજાયુ છે.

જસદણ - વિંછીયા કોળી સમાજના આ સંમેલનનું આયોજન શામજીભાઇ ડાંગર દ્વારા કરવામાં આવ્‍યુ છે.

આ અંગે શામજીભાઇ ડાંગરે જણાવ્‍યુ છે કે, ભાજપ, કોંગ્રેસ, આપ પાસે વિધાનસભા ટિકીટની માંગણી કરવામાં આવી છે. જે પક્ષ ટિકીટ આપશે તે પક્ષમાંથી ચૂંટણીમાં ઝંપલાવીશ.

(11:13 am IST)