Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

જસદણ બેઠક માટે કોંગ્રેસ પ્રભારી દ્વારા મીટીંગ યોજાઇ

(ધર્મેશ કલ્‍યાણી દ્વારા) જસદણ, તા. ૨૧: જસદણ વિછિયા વિધાનસભા વિસ્‍તારની ચુંટણીના ભાગરૂપે રાજસ્‍થાનથી જસદણ આવેલ પ્રભારી શ્રી છગનસિંહ ગુજર ત્‍થા  શ્રી રોડસિહજી તથા શ્રી બહાદુરસિહજીના અધ્‍યક્ષ સ્‍થાને  સમન્‍વય  (સંગઠન )ની મિટિંગ મળી હતી તેમાં મુખ્‍ય આગેવાનો સુરેશભાઈ ગીડા, અવસરભાઈ  નાકિયા,  વિનુભાઈ ધડુક, પૂર્વ ધારાસભ્‍ય ભોળાભાઈ  ગોહિલ, રણજીતભાઈ ગોહેલ, વિનુભાઈ પરમાર,  બસિરભાઈ,  જયેશભાઈ, પ્રવિણભાઇ ગાબુ, વિપુલભાઈ,  અરવિંદભાઈ, અમરશીભાઈ, મનસુખભાઈ તથા તાલુકા પંચાયત જસદણ વિછિયાના જીલ્લા અને તાલુકા પંચાયત સભ્‍યશ્રીઓ અને સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો યુવાન મિત્રોને વડિલોએ હાજરી આપી હતી. પ્રભારીશ્રીઓ એ આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્‍યાને લઇને કામગીરી માટે માર્ગદર્શન આપ્‍યું હતું.

(11:13 am IST)