Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

હાડફોડી પાસે દારૂ ઝડપાયો

ઉપલેટા, તા.૨૧: તાલુકાના ગામ હાડફોડી પાસે ઓટો રીક્ષામાં દેશી દારૂ આવતો હોવાની બાતમીના આધારે રાજકોટ જિલ્લાના અધિકારી જયપાલસિંહ રાઠોડ એલસીબીના પીએસઆઇ વી વી ઓડેદરા સુચના આપતા જુનાગઢ તરફથી આવતી ઓટો રીક્ષા નંબર જીજે ૦૭ વાયઝેડ ૧૩ ૧૫ને રોકે ચેક કરતા દેશી દારૂ લીટર સો કિંમત રૂપિયા ૨૦૦૦ તથા મોબાઈલ કિંમત રૂપિયા ૫૦૦ તથા ઓટો રીક્ષા રૂપિયા ૫૦૦૦૦ ના મુદ્દા માલ સાથે ડ્રાઇવર ગાજી અલ્લસ ઉર્ફે હાજી સબીર મીઠવાણી ર.ે જુનાગઢ વાળાની ધરપકડ કરેલ છે જ્‍યારે મુળુ લાખા કોડીયાતર રે. જુનાગઢ વાળાની ધરપકડ બાકી છે આ રેડમાં પોલીસ કોસ્‍ટેબલ શક્‍તિસિંહ જાડેજા તથા કૌશિકભાઈ સાથે રહ્યા હતા ઉપલેટા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ કરેલ છે.

મોટી પાનેલી ગામની સીમમાં જુગાર રમતા સાતની ધરપકડ

ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતો હોવાની બાતમીના આધારે ભાયાવદર પોલીસે રેઇડ કરતા સાતને રૂપિયા ૧૪,૩૫૦ના મુદ્દા માલ સાથે ધરપકડ કરેલ છે જેમાં રમેશ વાલા લોખીલ બે નિલેશ ઉર્ફે નરેન્‍દ્ર નારણ નાગ્રેચા ત્રણ શાંતિલાલ ખીમજી પાચાણી ચા ર ચંદુ હીરજીમાકડીયા રે બધા મોટી પાનેલી  વીરજી દેવા અઘેરા સીદસર દિનેશ ગોવિંદ માકડીયા બુટાવદર રવિ હરસુખ માકડ ઢાંક વાળાને પીએસઆઇ કે પી મહેતા તથા મેહુલભાઈ સુવાએ પકડેલ છે.

(11:23 am IST)