Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

કોડીનારમાં ટ્રક ચાલકે રિક્ષાને હડફેટે લેતા વિદ્યાર્થીનીનું મોત : ૪ને ઇજા

(અશોક પાઠક દ્વારા) કોડીનાર તા. ૨૧ : કોડીનાર અંબુજા સિમેન્‍ટ પાસે આજે વહેલી સવારે સ્‍કૂલ રીક્ષાને ઠોકર મારતા એક વિદ્યાર્થીનીનું ઘટના સ્‍થેળ જ મોત નીપજેલ. જયારે છ બાળકોને નાની મોટી ઈજા થતા તેમને સારવાર માટે હોસ્‍પિટલમાં દાખલ કરેલ છે.

આ બનાવની વિગત એવી છે કે કોડીનારની પ્રોફેસર કોલોનીમાં રહેતા મહેન્‍દ્રભાઈ બારડની પુત્રી હરિતાબેન (ઉ. ૧૪)ને અંબુજા નિકેતનમાં ધોરણ આઠમા અભ્‍યાસ કરતી હોય આજે વહેલી સવારે પોતાના ઘરેથી સ્‍કૂલ રીક્ષામાં સ્‍કૂલે જતી હતી ત્‍યારે અંબુજા સિમેન્‍ટના સર્કલ પાસે એક અજાણ્‍યા ટ્રક ચાલક પોતાનો ટ્રક ગફલત અને બેફિકરથી ચલાવી સ્‍કૂલ રીક્ષાને હડફેટે લેતા તેમાં બેસેલ હરિતાબેનનું ઘટના સ્‍થળે જ મોત નીપજેલ જયારે રીક્ષામાંબેસેલ બીજા છ વિદ્યાર્થીઓને ઈજા થતા તેને સારવારમાં દાખલ કરેલ છે.

હરિતાબેન કોડીનારના નામાંકિત કોન્‍ટ્રાકટર એન. કે. પરમારની ભાણેજ થાય છે. આ ઘટનાની જાણ થતા કોડીનાર નગરપાલિકાના પ્રમુખ સુભાષભાઈ ડોડીયા, રાજમાતીના ઘનશ્‍યામભાઈ સોલંકી સહિતના કારડીયા સમાજના અગ્રણીઓ સરકારી દવાખાને દોડી આવેલ અકસ્‍માત સર્જીને ટ્રક ચાલક નાસી છૂટેલ આ બનાવની વધુ તપાસ વડનગર બીટના જમાદાર હરેશભાઈ ચલાવી રહ્યા છે.

(11:23 am IST)