Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

વિસાવદરના જાંબુડીમાં દીપડાના હુમલામાં મરણ જનાર તથા ઈજાગ્રસ્‍ત ગરીબ પરિવારના વારસોને વળતર ચૂકવો : ટિમ ગબ્‍બર

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર તા.૨૧ : વિસાવદર ટીમગબ્‍બર ગુજરાતના કે.એચ.ગજેરા(એડવોકેટ)  તથા વિસાવદરના એડવોકેટ નયનભાઈ જોષીએ સબંધકર્તાઓને લેખીત રજુઆત કરી જણાવેલ છે કે, વિસાવદર તાલુકાના જાંબુડી ગામના  રાજુભાઈ ઈટુભા ચોગલે ઉ-૫૦ (મરાઠી)નું દીપડાના હુમલાના કારણે મોતને ભેટેલ છે.જેમના કોઈ સગા અહીં ન હોવાથી તેમને વિસાવદરના સંસ્‍થાકીય લોકોએ અગ્નિ સંસ્‍કાર આપેલ.જાંબુડી ગામમાં મોડી રાત્રે દીપડા દ્વારા અન્‍ય એક મહિલાને પણ ગંભીર ઇજા કરતા તેમને પણ જૂનાગઢમાં સારવારમાં ખસેડવામાં આવેલ છે અને આ અગાઉ વિસાવદરના મોણીયા, કાલાવડ ગામમાં પણ આવો બનાવ બન્‍યો હતો.જેથી ખેડૂતને પોતાના જીવન નિર્વાહ માટે અને ખેતી કામ માટે ગાય અને વાછરડા રાખતા હોય છે.આવા સંજોગોમાં સરકારની દીપડા સામે રક્ષણ આપવાની જવાબદારી પણ હોય છે.જે યોગ્‍ય રીતે નિભાવવામાં વન વિભાગ નિષ્‍ફળ ગયું છે.ભૂતકાળમાં અનેક દીપડાના હુમલામાં લોકો તેમજ પશુઓ સિંહના શિકાર બન્‍યા છે અને દીપડાની કનડગત કાયમી ધોરણે બંધ થાય તે માટે વન વિભાગ દ્વારા હજી સુધી કોઈ પગલાં ભરવામાં આવ્‍યા નથી. જેથી આ બનાવ અંગે વન વિભાગ અને સરકારે આવા પશુ હુમલાના કેસોમાં પૂરતું નાણાંકીય વળતર આપવામાં આવતું નથી અને સામાન્‍ય નજીવી રકમ આપે છે તેમાં વધારો કરી બજાર ભાવ કિંમત આપવાની જાહેરાત કરવામાં આવે અને ઇજા પામનારના વરસોને મરણ સમયે પૂરતું અને બજાર ભાવ જેટલું જ વળતર ચૂકવવા ટીમ ગબ્‍બરની રજુઆત છે અને દીપડાના હુમલાઓ ભવિષ્‍યમાં ન થાય તે માટે યોગ્‍ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરી છે.

(11:47 am IST)