Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

જૂનાગઢની શ્રી વિઠ્ઠલેશ યુવા પરિષદ શહેર સમિતિ દ્વારા વિદ્યાર્થી આશિર્વાદ સમારોહ

(વિનુ જોષી દ્વારા)જૂનાગઢ તા. ૨૧ : શ્રી વિકલેશ યુવા પરિષદ શહેર સમિતિ જુનાગઢ શાખા દ્વારા પુષ્ટિમાર્ગીય વૈષ્‍ણવ વિદ્યાર્થી આશીર્વાદ સમારોહ કાર્યક્રમનું આયોજન થયું હતું. શ્રી વિઠ્ઠલેશ યુવા પરિષદના ઉપાધ્‍યક્ષ  શરદવલભરાયજી મહારાજની આજ્ઞાથી તથા માર્ગદર્શન હેઠળ આ સમગ્ર આયોજન કરવામાં આવ્‍યું હતું.

આ કાર્યક્રમમાં મહાનુભાવોનું સન્‍માન પણ રાખવામાં આવેલું હતું જેમાં  ડોલરભાઈ કોટેચા કે જેઓ ચેરમેન ઓલ ઇન્‍ડિયા ફેડરેશન ઓફ એગ્રીકલ્‍ચર કો ઓપરેટિવ બેન્‍ક, ચેરમેન ગુજરાત સ્‍ટેટ એગ્રી કો ઓપરેટિવ બેન્‍ક અને સહકારી ક્ષેત્રના અગ્રણી તરીકેની અમૂલ્‍ય સેવાઓ આપી રહ્યા છે. તેઓનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું. શૈક્ષણિક ક્ષેત્રે અને રાજકીય ક્ષેત્રે સેવાકીય કામગીરી તેમજ સમાજ સેવાકીય કામગીરી કરી રહેલા મહાનુભાવ  પ્રદીપભાઈ ખીમાણી સરસ્‍વતી સ્‍કૂલના સંચાલક તેમજ વિવિધ હોદાઓ ધરાવે છે તેઓનું પણ આ તકે સન્‍માન કરવામાં આવ્‍યું હતું.

જુનાગઢના વૈષ્‍ણવ વિદ્યાર્થી ભાઈઓ બહેનો તથા બાળકોને ધોરણ એક થી લઈને ઝેજ્‍યુએટ માસ્‍ટર ડિગ્રી વાળા વિદ્યાર્થીઓને ક્રમાંક મુજબ પ્રથમ દ્વિતીય ત્રીજો એવી રીતે પ્રમાણપત્ર શિલ્‍ડ અને ઇનામો આપ્‍યા હતા. જેમાં આશરે ૬૦૦ જેટલા વિદ્યાર્થીઓએ આશીર્વાદ સમારોહમાં આશીર્વાદ મેળવ્‍યા હતા અને વૈષ્‍ણવો, વિદ્યાર્થીઓ, બાળકો, વાલીઓ ખૂબ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા  આ તકે મહાનુભાવોના પ્રતિભાવો પણ ખૂબ જ અસરકારક રહ્યા હતા અને ગોસ્‍વામી ૧૦૮  શરદવલ્લભરાયજી મહારાજ દ્વારા વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય અને શિક્ષણની સાથે સંસ્‍કારોનું પણ સિંચન થાય એ આ સમયમાં ખૂબ જરૂરી છે. એવા પ્રેરણાદાયી વચનામળત કરવામાં આવ્‍યા હતા. આ તકે પૂર્વ ધારાસભ્‍ય મહેન્‍દ્રભાઈ મશરૂ તથા ગીરીશભાઈ કોટેચા ડેપ્‍યુટી મેયર મનપા પણ ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા.

(11:50 am IST)