Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

વડીયાની યુવતિને ભગાાડી જતા ચકચાર

વડિયા તા. ૨૧ : વડિયાના એક ખેડૂત પરિવારની દિકરીને તેના જ ધરેથી બળ જબરી પૂર્વક ઢસડી મુસ્‍લિમ યુવાન અને તેના પિતા ભાઈ સાથે એક અજાણ્‍યા શખ્‍સોએ ઉપાડી ગયાની યુવતીના પરિવાર વડિયા પોલીસ સ્‍ટેશન ખાતે અરજી દાખલ  કરવામાં આવતા છેલ્લા બે દિવસ થી વડિયાની બજારોમાં આજ ચર્ચા જોવા મળે છે.

યુવતીના પિતાના જણાવ્‍યા અનુસાર પોતાની દિકરી તેની ધરે હતી તે સમયે ઉપાડી ગયા ની રજુઆત અરજીમાં કરવામાં આવી છે.જોકે લોકોમાં થતી ચર્ચા મુજબ અગાવ પણ આ યુવતી આજ યુવક સાથે લગ્ન કર્યા હતા અને બાદમાં તેનું મુસ્‍લિમ સમાજના અગ્રણીઓ માધ્‍યસથી થી સમાધાન કરાયું હતુ પરંતુ ત્‍યાર બાદ થોડા વર્ષમાં ફરી એજ યુવાને તે યુવતી ને ભગાડી જતા અનેક તર્ક વિતર્ક સાંભળવા મળી રહ્યા છે.  મુસ્‍લિમ સમાજ પણ આ બાબતે વખોડતો જોવા મળ્‍યો છે. ત્‍યારે આવનારા દિવસોમાં રાજકીય માહોલ વચ્‍ચે વિશ્વ હિન્‍દુ પરિષદ જેવા સંગઠન આ બાબતે જામ્‍પલાવે તો નવાઈ નહિ.

વડિયા પંથકમાં બનેલા કિસ્‍સામાં જોઈએ તો વિધાનસભાની ચૂંટણીઓ આવતા જ અમુક પરિબળો ઘટનાને લવ જેહાદના નામે ખપાવવા આગળ વધી રહી છે ને ચૂંટણીઓમાં ભરમાવવા એક અલગ મોરચો ખાનગીમાં કામ કરી રહ્યો છે જ્‍યારે કડવી વસ્‍તવિકતા વડીયાની ભલી ભોળી જનતા જાણતી હોવા છતાં લવ જેહાદના અપપ્રચાર કરીને ચૂંટણી લક્ષી માહોલ ઉભો કરવા કામે વળગી હોય ત્‍યારે વિધર્મી યુવક અને હિન્‍દૂ દીકરીના પ્રેમ પ્રકરણ અંગે આખું વડિયા જાણે છે ને અગાઉ જેમ વિધર્મી યુવકના સમાજના અગ્રણીઓએ અગાઉ પણ બન્ને પ્રેમી પંખીડાઓ નાસી છૂટયા ત્‍યારે સરાજાહેર સમાજના આગેવાનોએ યુવકની ઉપરવટ જઈને પરિજનો ને સમજાવીને આ રાજકિય સ્‍વરુપ આપનારાઓને પછડાટ આપી હતી પણ ફરી આ વિધર્મી યુવકને યુવતીના પ્રેમની દાસ્‍તાન યુવતીના પરિવાર જનો જાણતા હોવા છતાં અણદેખુ કર્યાની ચર્ચાઓ વચ્‍ચે અમુક કોમી લાગણીઓ ભડકાવવા આગળ વધતા હોય ત્‍યારે વડિયા વાસીઓ સાથે પ્રબુદ્ધ જનતા પણ પ્રેમની પરિભાષાઓ સામે સમજદાર બની ગયા છે પણ યુવતીના પરિવારજનો એ થોડીક કાળજી રાખી હોત તો આજે આ ઘટનાનું નિરૂપણ ન થાત સાથે હાલના સોશિયલ મીડિયાના યુગમાં મોબાઈલ જેવા આધુનિક ઉપકરણો પણ જવાબદાર હોય ત્‍યારે વડિયા ખાતે લવ જેહાદ નો મુદ્દો આગળ ધરીને અમુક તત્‍વો શાંતિ દહોળવાનો નિરર્થક પ્રયાસ પર પોલીસ તંત્ર ઘટતું કરે તેવી પ્રબુદ્ધ જનતા ઈચ્‍છી રહી છે.

(12:10 pm IST)