Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

જેતલસરના બ્રાન્‍ચપોસ્‍ટ માસ્‍તરનું સંચાર રાજ્‍ય મંત્રી દ્વારા વડોદરા ખાતે સન્‍માન

જેતલસર,તા.૨૧ :  પોસ્‍ટલ ડીપાર્ટમેન્‍ટમાં પોસ્‍ટ ઓફિસમાં બીપીએમ તરીકે ની ફરજ બજાવતા કુલદીપ જે.જોશીનું વડોદરા ખાતે ભારત સરકાર ના સંચાર રાજ્‍ય મંત્રી દેવુસિંહ ચૌહાન અને વડોદરા ના સાંસદ રંજનબેન ભટ્ટના  હસ્‍તે સન્‍માન કરવામાં આવ્‍યું હતું.

 વડાપ્રધાન નરેન્‍દ્રમોદી ની ગાઈડ લાઈન મુજબ દેશ માં વહાલી દીકરી સુકન્‍યા યોજના દેશભરમાં પોસ્‍ટલ ડિપાર્ટમેન્‍ટ દ્વારા ચલાવવામાં આવી હતી તે દરમિયાન જેતલસર પોસ્‍ટ ઓફિસમાં ફરજ બજાવતા કુલદીપ જોશી એ સખત મહેનત દાખવી ને જીરોથી દસ વર્ષની દીકરી ઓના ખાતા ખોલ્‍યા હતા.  આ ખાતા ગોંડલ હેડ ઓફ ડિવિઝન ઓફિસ ની બધી બી ઓ કરતા વધુ ખાતા ઓપન કરેલ હતા તે દરમિયાન જેતલસર ગામ પોસ્‍ટ ઓફિસ ગુજરાત સર્કલમાં બીજા સ્‍થાને આવતા વડોદરા ખાતે એવોર્ડ ફંકશનમાં જેતલસર ના બીપીએમ કુલદીપ જોશીનું ભારત સરકારના રાજ્‍ય મંત્રી તેમજ વડોદરા ના સાંસદ દ્વારા એવોર્ડ એનાયત કરી શાલ ઓઢાળી સન્‍માન કરવામાં આવ્‍યું હતું.તેમજ જેતલસર ગામની બીઓને સીઝનની બેસ્‍ટ બીઓ ગણવામાં આવી હતી.

(1:18 pm IST)