Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

વિસાવદર શૈક્ષણિક સંકુલ માંડાવડ ખાતે કારકિર્દી સેમિનાર યોજાયો

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર તા.૨૧: ધો.૧૦-૧૧-૧૨ના વિધાર્થીઓનો શૈક્ષણિક સંકુલ માંડાવડ ખાતે એક કારકિર્દી અંગેનો સેમિનાર યોજાયો હતો.જેમાં જાણીતા શિક્ષણ વિદ મનુભાઇ ગોંડલીયાએ વિવિધ ક્ષેત્રોમાં નોકરીની ઉજળી તકો અંગે માગર્દર્શન આપ્‍યુ હતું. આઇ.ટી.અને ચાર્ટર્ડ એકાઉન્‍ટન્‍ટ જેવા ક્ષેત્રમાં કારકિર્દી અંગે માગર્દર્શન આપ્‍યુ હતું. વિધાર્થીઓનું લક્ષ્ય જી.પી.એસ.સી. અને યુ.પી.એસ.સી. પરીક્ષા પાસ કરવાનું હોય તેઓએ સ્‍નાતક થવાની રાહ જોયા વગર અત્‍યારથી મહેનત કરવાની પ્રેરણા આપી હતી.સેમિનાર સફળ બનાવવા વિપુલ રામોલીયા, વંદના પટોળીયાએ જહેમત ઉઠાવી હતી.શાળાના આચાર્ય પ્રફૂલ વાડદોરીયા, નિયામક સુરેશ ફૂલમાળીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ સેમિનારની સફળતા માટે મેનેજીંગ ટ્રસ્‍ટી જે.કે.ઠેસિયાએ વિધાર્થીઓ તથા આયોજકોને અભિનંદન આપ્‍યા હતાં.

સ્‍લમ વસાહતનાં બાળકોને ભોજન

વિસાવદર લાયન્‍સ કલબ વિસાવદર દ્વારા પ્રેસિડેન્‍ટ ચંદ્રકાન્‍ત ખુહાનાં માર્ગદર્શન હેઠળ પ્રોજેકટ ડાયરેકટર લાયન્‍સ કલબના સેક્રેટરી રમણીકભાઇ ગોહેલનાં આર્થિક સહયોગથી વિસાવદર - બગસરા રોડ ઉપર આવેલ રામગઢ પાટીયા પાસેની સ્‍લમ વસાહત નાં બાળકોને લાડુ તેમજ ગાંઠીયા સાથેનું ભોજન પીરસવામાં આવ્‍યુ હતુ.

વિશ્વ ઓઝોન દિવસ ઉજવાયો

વિસાવદર લાયન્‍સ કલબ દ્વારા લાયન્‍સ કલબ પ્રેસિડેન્‍ટ ચંદ્રકાન્‍ત ખુહા તેમજ સેક્રેટરી રમણીકભાઇ ગોહેલનાં આર્થિક સહયોગથી વિસાવદર શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલ ખાતે વિશ્વ ઓઝોન દિવસની ઉજવણી અંતર્ગત નિબંધ લેખન સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવેલ જેમા વિદ્યાર્થીઓએ હોંશે હોંશે ભાગ લીધેલ સ્‍પર્ધામાં ભાગ લેનાર દરેક વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો ,બોક્ષ વાળી સેલો બોલપેન,લાયન્‍સ કલબ વિસાવદરના સિમ્‍બોલ વાળી કપડાંની બેગ, પાઉચ સહિતના પુરસ્‍કાર એનાયત કરવામાં આવેલ.કાર્યક્રા સ્‍વામિનારાયણ ગુરુકુલનાં છાત્રો,કેમ્‍પસ ડાયરેકટર જીતેન્‍દ્રભાઈ ડોબરીયા ઉપસ્‍થિત રહ્યા હતા.

બાળકોને રમકડાં કિટ અર્પણ

 વિસાવદર લાયન્‍સ કલબ દ્વારા પ્રોજેક્‍ટ ડાયરેક્‍ટર પ્રેસિડેન્‍ટ ચંદ્રકાન્‍ત ખુહા તેમજ સેક્રેટરી રમણીકભાઇ ગોહેલનાં આર્થિક સહયોગથી વિસાવદર સરકારી હોસ્‍પિટલ ખાતે ઘ્‍પ્‍વ્‍ઘ્‍ કેન્‍દ્રનાં કુપોષિત બાળકો માટે રમકડાંની કિટ અર્પણકરવામાં આવેલ. કાર્યક્રમ દરમિયાન કેન્‍દ્રનાં પ્રિયંકાબેન સોલંકી, પ્રતિક્ષાબેન ગૌસ્‍વામી, જયોત્‍સનાબેન ગૌસ્‍વામી,  વિશાલભાઈ ચોટાઈ, ધર્મેન્‍દ્રભાઈ વિરાણી ઓમપ્રકાશભાઈ ભટ્ટ ઉપસ્‍થિત રહ્યા હતા.

અવકાશયાત્રીનો જન્‍મદિન ઉજવાયો

વિસાવદર લાયન્‍સ કલબ દ્વારા પ્રોજેક્‍ટ ડાયરેક્‍ટર પ્રેસિડેન્‍ટ ચંદ્રકાન્‍ત ખુહા તેમજ સેક્રેટરી રમણીકભાઇ ગોહેલનાં માર્ગદર્શન તળે સરકારી હાઇસ્‍કૂલ-વિસાવદર ખાતે અવકાશયાત્રી સુનિતા વિલિયમ્‍સનાં જન્‍મદિવસની ઉજવણી અંતર્ગત નિબંધ લેખન સ્‍પર્ધા તેમજ સંવાદ શિબિર કાર્યક્રમ યોજાયેલ.જેમાં નિબંધ લેખન સ્‍પર્ધામાં પ્રથમ, દ્વિતિય તેમજ તૃતીય નંબર મેળવનાર દરેક ને પ્રમાણપત્રો, ફૂલ સ્‍કેપ બુક,સેલો બોક્ષ પેન, લાયન્‍સ બેગ, પાઉચ સહિતના પુરસ્‍કાર એનાયત કરવામા આવેલ. વિસાવદર સરકારી હાઇસ્‍કૂલનાં પ્રિન્‍સિપાલ જે.કે.કટારા , પૂર્વ પ્રિન્‍સિપાલ જે.એસ.હીરપરા ,એ.આર ખાદલા,એન.આર.કોટડીયા શાળા પરિવાર ઉપસ્‍થિત રહ્યા હતા.

વિશ્વ જળ દિવસ ઉજવાયો

વિસાવદર લાયન્‍સ કલબ દ્વારા પ્રેસિડેન્‍ટ ચંદ્રકાન્‍ત ખુહા, સેક્રેટરી રમણીકભાઇ ગોહેલનાં સહયોગથી શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલ વિસાવદર ખાતે વિશ્વ જળ દિવસ ઉજવણી અંતર્ગત નિબંધ લેખન સ્‍પર્ધા યોજવામાં આવેલ.જેમાં ભાગ લેનાર તમામ છાત્રોને પ્રમાણપત્રો, ફૂલ સ્‍કેપ બુક, સેલો બોક્ષ પેન, લાયન્‍સ કલબ બેગ, પાઉચ સહિતના પુરસ્‍કાર એનાયત કરી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા.

પીંડાખાઈ બાળકોને ભોજન પીરસાયુ

વિસાવદર લાયન્‍સ કલબ દ્વારા લાયન્‍સ પ્રેસિડેન્‍ટ ચંદ્રકાન્‍ત ખુહાનાં માર્ગદર્શન હેઠળ પ્રોજેકટ ડાયરેકટર કમ સેક્રેટરી રમણીકભાઇ ગોહેલનાં આર્થિક સહયોગથી નાની પીંડાખાઈ પ્રાથમિક શાળાનાં બાળકોને લાડુ તેમજ ગાંઠીયા સાથેનું ભોજન પીરસવામાં આવેલ.આ પ્રસંગે ટ્રેઝરર લાયન ભાવેશભાઈ પદમાણી, શાળાના શિક્ષક ચંદ્રકાન્‍તભાઈ બાલધા સહિત વિગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

ફૂલ સ્‍કેપ ચોપડા - બોલપેન અપાયા

વિસાવદરલાયન્‍સ કલબ દ્વારા પ્રેસિડેન્‍ટ ચંદ્રકાન્‍ત ખુહાᅠ સેક્રેટરી રમણીકભાઇ ગોહેલનાં સંયુક્‍ત સહયોગ દ્વારા વિસાવદર શહેરની ગંજીવાડા પ્રાથમિક શાળાનાં તમામ વિદ્યાર્થીઓને ફૂલ સ્‍કેપ ચોપડો તેમજ બોલપેન વિતરણ કરવામાં આવેલ.આચાર્ય અતુલભાઈ સખરેલીયા ઉપસ્‍થિત હતા. 

(1:23 pm IST)