Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

વેરાવળ તાલુકામાં દરરોજ પ૦ ગૌવંશના મૃત્‍યુઃ ભારે ખળભળાટ

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૨૧: તાલુકામાં છેલ્લા પાંચ થી છ દિવસ દરરોજ ૪૦ થી પ૦ ગૌવંશ મૃત્‍યુ પામતી હોય જેને નગરપાલિકાના ડમ્‍પીગ સાઈડમાં લઈ જવાતી હોય ત્‍યાં સન્‍માનપુર્વક વિધી કરવી જોઈએ જે થતી ન હોય જેથી ભારે રોષ ફેલાયેલ છે.

વેરાવળ શહેર તથા ગ્રામ્‍ય વિસ્‍તારમાં લમ્‍પીનો વાઈરસ વધુ ફેલાયેલ હોય તેમ જણાય રહયું છે છેલ્લા ચાર થી પાંચ દિવસથી દરરોજ ૪૦ થી પ૦ મૃતદેહો નગરપાલિકાની તાલાલા નાકા પાસે આવેલ ડમ્‍પીગ સાઈડમાં આવતા હોય છે જેને જયાં કચરાના ઢગલા પડેલ હોય ત્‍યાં તેમ તેમ નાખી દેવામાં આવે છે જેનો ઉહાપોહ થયેલ હતો.

ચીફ ઓફીસરે જણાવેલ હતું કે છેલ્લા ચાર પાંચ દિવસથી ગૌવંશનો મૃત્‍યુ આંક ખુબ મોટો થઈ રહયો છે સામાન્‍ય રીતે દરરોજ ચાર થી પાંચ મૃતદેહ આવતા હતા પણ છેલ્લા ચાર થી પાંચ દિવસથી દરરોજના ૪૦ થી પ૦ મૃતદેહ આવી રહયા છે કચરાની સાઈડમાં રાત્રીના વખતે કોઈપણ લોકો મૃતદેહને નાખી જાય છે શહેરની અંદર જયારે પણ મૃતદેહ મળે ત્‍યારે માન સન્‍માન સાથે તેને વીધી કરવામાં આવી રહી છે વધુ મૃત્‍યુનું કારણે કે રસ્‍તા ઉપર રઝળતા તેમજ જેની દેખરેલ નથી તેવા ગૌવંશ મૃત્‍યુ પામી રહયા છે મૃત્‍યુઆંકમાં ૧૦ ગણો વધારો થતા નગરપાલિકા દ્રારા પણ આ ગૌ વંશનું માન સન્‍માન સાથે વીધી થાય તેવા તમામ પ્રત્‍યનો કરી રહેલ છે.

વેરાવળ શહેર અને તાલુકા વિસ્‍તારમાં જો આટલા મોટા સંખ્‍યામાં ગૌ વંશ મૃત્‍યુ પામતા હોય તો ગીર સોમનાથ જીલ્લાના છ તાલુકા અને ૩૦૦ થી વધારે ગામડાની સ્‍થિીતી ભયાવહ હોય શકે સરકાર દ્રારા તાત્‍કાલીક કામગીરી કરવામાં નહી આવે તો ખુબજ મોટી મુશ્‍કેલી સર્જાશે.

(1:24 pm IST)