Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

ધોરાજીમાં સરસ્‍વતી સન્‍માન સમારંભ યોજાયો

 ધોરાજી : ધોરાજી ગુર્જર કડિયા સમાજ શ્‍યામવાડી ખાતે કડિયા કેળવણી મંડળ દ્વારા સરસ્‍વતી સન્‍માન સમારંભ ૨૦૨૨ યોજાયો હતો. સમારંભના મુખ્‍ય મહેમાન તરીકે અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્‍ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ કડિયા સમાજના પ્રમુખ રાજુભાઈ યાદવ તેમજ કડિયા કેળવણી મંડળના પ્રમુખ કિશોરભાઈ વાઢેર, ઉપપ્રમુખ વિજયભાઈ મારુ, મંત્રી ધર્મેશભાઈ ગોહિલ તેમજ શ્‍યામ વાડીના મંત્રી લલીતભાઈ મકવાણા ટ્રસ્‍ટી પંકજભાઈ મકવાણા, કિશોરભાઈ વાઘેલા, ચંદુભાઈ ચાવડા વગેરે મહાનુભાવોની હાજરીમાં સમારંભને   ખુલ્લો મુકવામાં આવ્‍યો હતો. આ પ્રસંગે કેળવણી મંડળના પ્રમુખ કિશોરભાઈ વાઢેરએ મહેમાનો શાબ્‍દિક સ્‍વાગત કર્યું હતું તેમજ કેળવણી મંડળ દ્વારા થતા કાર્યોનું વિસ્‍તળત માહિતી આપી હતી. અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્‍ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડે પ્રાસંગિક પ્રવચન કરેલ. સાથે તેજસ્‍વી તારલાઓનું સન્‍માનની અને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્‍યા હતા. તેમજ નવરાત્રીના સમયમાં દીકરીઓનું ધ્‍યાન રાખવા વાલીઓને ખાસ ભાર મુકયો હતો નવરાત્રી તહેવાર માતાજીનો તહેવાર છે પરંતુ ડિસ્‍કો ડાંડિયાના ક્રેજમાં દીકરીનું ભવિષ્‍ય જોખમાય છે તે બાબતે પણ વાલીઓએ ચિંતા કરવા ખાસ જણાવ્‍યું હતું. તેમજ સંસ્‍થાના સુકાની એવા રાજુભાઈ યાદવ તેમજ ચંદુભાઈ ચાવડા તાજેતરમાં જ મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ ની મુલાકાત કરી તે બદલ તેઓને પણ ધન્‍યવાદ પાઠવ્‍યા હતા તેમજ છેલ્લા ઘણા વર્ષોથી સમાજની સેવા કરવામાં અગ્રેસર એવા પંકજભાઈ મકવાણાને પણ અભિનંદન પાઠવ્‍યા હતા. આ સાથે ધોરાજી ગુજ્જર કડિયા સમાજના પ્રમુખ રાજુભાઈ યાદવે તેજસ્‍વી તારલાઓનું સન્‍માન કરતા જણાવેલ કે છેલ્લા ઘણા વર્ષોથી સમાજની એકતા માટે કડિયા સમાજ દ્વારા અનેક વિવિધ સેવાકીય પ્રવળતિ હાથ ધરવામાં આવી રહી છે. જેમાં મહત્‍વનો ફાળો ધરાવતા પંકજભાઈ મકવાણા તેઓ ધોરાજીથી વડોદરા રહેવા જતા તેમની સેવા કયારેય ભુલાશે નહીં તે બદલ તેમનો સમાજ દ્વારા સન્‍માન પત્ર સાથે સાલ ઓઢાડીને સન્‍માન કર્યું હતું. તેમજ શ્‍યામ વાડીની બાજુમાં જે મકાન સમાજ માટે લેવામાં આવ્‍યું હતું તેમાં ફંડ ઘટતા ધોરાજીના જ સમાજના ભામાશા ઓએ તાત્‍કાલિક રકમની સગવડતા કરી આપતા આવા તમામ ભામાંસાઓ નું પણ સાલ ઓઢાડીને સન્‍માન કરવામાં આવ્‍યું હતું. આ સાથે કેળવણી મંડળના મંત્રી ધર્મેશભાઈ ગોહિલ એ સેવા કાર્યોમાં દાન આપનાર દાતાઓની યાદી આપી તમામ દાતાઓને અભિનંદન પાઠવ્‍યા હતા. કેળવણી મંડળના પ્રમુખ કિશોરભાઈ વાઢેરે ધોરણ કે.જી થી પોસ્‍ટ ગ્રેજ્‍યુએટ સુધીના તમામ વિદ્યાર્થીઓનું મહિલાઓ દ્વારા તેમજ મહેમાનોના વરદ હસ્‍તે શૈક્ષણિક કીટ સાથે મોમેન્‍ટો આપી સન્‍માન કરવામાં આવ્‍યું હતું.સમારંભમાં જાણીતા બિલ્‍ડર મનોજભાઈ રાઠોડ જીઇબીના ટાંક,  બાવનજીભાઈ ટાંક, ડો. માલવી વિગેરે સમસ્‍ત કડિયા સમાજના આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા. આ સાથે મોટી સંખ્‍યામાં ધોરાજી કડિયા સમાજના ભાઈ બહેનો ઉપસ્‍થિત રહ્યા હતા.(તસ્‍વીર-અહેવાલ : કિશોર રાઠોડ ધોરાજી)

(1:35 pm IST)