Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

પોરબંદરમાં મહેન્‍દ્રભાઇ દેવ મુરારીનું સન્‍માન

પોરબંદર : રેલવે સ્‍ટેશનમાં વર્ષોથી ગરબીનું આયોજન થતુ ત્‍યાં નાટકો માટે સ્‍ટેજ પણ બનાવવા આવેલ અને દરરોજ નવા નવા નાટકો ભજવાતા, લોકોની ભારે ભીડ એ સમયે જોવા મળતી કયાંય પણ ઉભવાની જગ્‍યા ન મળે એટલી ભીડ એ જમાનામાં થતી રેલ્‍વે સ્‍ટેશન વિસ્‍તારના ફેમસ કલાકાર મહેન્‍દ્રભાઇ દેવમુરારી કે જેઓ રંગભૂમિની સાથે સાથે અનેક ગુજરાતી ફિલ્‍મોમાં નાની નાની ભૂમિકાઓ ભજવી બોલીવુડના કલાકારો સાથે ધરોબા કેળવેલ, મહેન્‍દ્રભાઇ મુંબઇ જાય એટલે સ્‍વ લતા દીદી આશા ભોસલે ઉષા તાઇ સંગીતકાર કલ્‍યાણજી આનંદજી અંજના મમતાજ આ બધા એ જમાનામાં સુપ્રસિધ્‍ધ સંગીતકાર ગાયક કલાકારો એમના ઘરે અચુક જતા અને જુના જમાનાની વાતો વાગોળતા, મહેન્‍દ્રભાઇ પોરબંદરનું ગૌરવ છે. તેમને સૌરાષ્‍ટ્ર કચ્‍છ સમસ્‍ત બ્રહ્મ સમાજના મહિલા પ્રમુખ ક્રિષ્‍નાબેન ઠાકર દ્વારા પુષ્‍પગુચ્‍છ થી બિરદાવવામાં  આવેલ તે તસ્‍વીર.

(2:38 pm IST)