Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

પોરબંદરની બંધ સીટી બસ પુનઃ શરૂ કરવામાં ટેન્‍ડરનો ગુંચવાતો પ્રશ્ન

નગર પાલીકાએ સીટી બસ દોડાવવા બે વખત ટેન્‍ડર બહાર પાડયા પરંતુ એક જ પાર્ટીએ ટેન્‍ડર ભર્યુઃ અન્‍ય પાર્ટીઓ ટેન્‍ડર ભરવા ઉત્‍સુક પરંતુ કયા કારણથી ટેન્‍ડર ભરી શકતી નથી ?

(હેમેન્‍દ્રકુમાર એમ.પારેખ) પોરબંદર, તા., ૨૧: સીટી બસ શરૂ કરવામાં ટેન્‍ડરનો પ્રશ્ન ગુંચવાતો જાય છે.

સને ૧૯૪૦ની સાલથી ખાનગી કંપની દ્વારા બે સીટી બસ શરૂ કરવામાં આવી પ્રથમ બે રૂટ પર આ સીટી બસ પોરબંદર શહેર ઉપનગર છાંયા વચ્‍ચે શરૂ કરવામાં આવેલ. સ્‍વ.લાધા બાપા નામ હતુ પાર્ટનર શીખવા આ સેવા શરૂ થયેલ. જેમાં સુદામા ચોકથી ત્રવડા (કમલા નહેર) બાગ બીજો રૂટ સુદામા ચોકથી છાયા પોરબંદર શરૂ કરાયેલ. જયારે ત્રીજો રૂટ માલવીયા મોટર્સ દ્વારા શરૂ કરવામાં આવેલ છે. જુની એસીસી નવા પાડા કડીયા પ્‍લોટ રેલ્‍વે સ્‍ટેશન પર શરૂ કરાયેલ અમુક સમય બાદ જુની એસીસીથી રાઉન્‍ડમાં હનુમાન ગુફા પોલીસ ચોકી ભદ્રકાલી માતા મંદિર ઝુડાળા, જગદીશ ઓઇલ ઇન્‍ડસ્‍ટ્રીઝ મહારાણા મિલ્‍સ કડીયા પ્‍લોટ વાડી પ્‍લોટ નટવરસિંહજી ઓઇલ મીલ કમલા નહેરૂ બાગ યાને ત્રવડા બાગ શરૂ કરાયેલ.

આ ટ્રીપ જુની એસીસી શીતલા ચોક, સ્‍ટેશન કડીયા પ્‍લોટ, નટવરસિંહજી ઓઇલ મીલ, ત્રવડા-કમલાબાગ જયારે બીજી રાઉન્‍ડ ટ્રીપ, જુની એસીસી શીતલા ચોક, હરીશ ટોકીઝ, હનુમાન ગુફા, ભદ્રકાલી મંદીર, ઝુંડાળા, મહારાણા, મિત્‍સ, જગદીશ ઓઇલ ઇન્‍ડસ્‍ટ્રીઝ કડીયા પ્‍લોટ નવુ વાડી પ્‍લોટ કમલા નહેરૂ બાગ યાને ત્રવડા બાગ જુની એસીસી ખાનગી કંપની દ્વારા સીટી બસ ચાલતી સને ૧૯પ૦ની સાલમાં પોરબંદર નગર પાલીકાએ સીટી બસનો હવાલો પોરબંદર નગર પાલીકાએ સંભાળેલ અને અલગ બસ માટે ગેરેજ, સ્‍ટાફ, ડ્રાઇવર, કન્‍ડકટર, બસ મેનેજર વિગેરે પાલીકાના વહીવટમાં બસ વિભાગ કાર્યરત હતો. એસટી નિયમ અનુસાર ડ્રાઇવર, કન્‍ડકટર, મિકેનીક, બસ મેનેજર, સુપરવાઇઝર, ચેક કર વિગેરે સ્‍ટાફ સેટમાં સમાયેલ. કારગીલ યુધ્‍ધ પછી ખાનગી કંપનીને સીટી બસ ચલાવવાનો કોન્‍ટ્રેકટ અપાયેલ. કારગીલ પરીવહન સંચાલનમાં હતુ. કોન્‍ટેકટ સમય પુર્ણ થતા રીન્‍યુ કાર્યવાહી માટે ત્‍યાર બાદ ત્રિશુલ કંપનીને સીટી બસ ચલાવવા કોન્‍ટેકટ અપાયેલ. નવી બસ ખરીદ કરવામાં આવી હતી.

સીટી બસ પુનઃ શરૂ કરવા સરકારશ્રીમાંથી જરૂરી મંજુરી મળી ગયેલ છે અને પાલીકા તેર બસ વહેવારમાં ચલાવવા માટે તૈયાર કરી છે. જેમાં અગીયાર બસ સીટી શહેરના નક્કી કરેલ રૂટ પર દોડાવવા તથા બે બસ પોરબંદર દર્શન માટે ફાળવવામાં આવેલ છે.

પાલીકા દ્વારા બે વાર સીટી બસ શહેરમાં ચલાવવા ટેન્‍ડર બહાર પાડવામાં આવેલ પરંતુ બન્ને વખત એક જ પાર્ટીના ટેન્‍ડર ભરાયને આવેલ. જયારે અન્‍ય પાર્ટીએ ટેન્‍ડર ભરેલ નથી તેવુ જાણવા મળે છે.

જયારે અન્‍ય બીજી પાર્ટી ટેન્‍ડર ભરવા ઉત્‍સુક હોય પરંતુ ગમે તે કારણસર ભરી શકતી નથી. કોઇ પ્રેસર અથવા  અન્‍ય રીતે અડચણો ઉભી કરવામાં આવેલ હોય કે આવતી હોય કે કોઇ ગર્ભીત રીતે પણ મુશ્‍કેલી ઉભી થતી હોય જેથી બીજા કોન્‍ટ્રેકટરના ટેન્‍ડર પાલીકામાં જમા થતા નથી.

પાલીકા સીટી બસ ચલાવવા ઉત્‍સુક છે. બે બે વાર ટેન્‍ડર બહાર પડયા અન્‍ય પાર્ટી-કોન્‍ટ્રેકટરના ટેન્‍ડર આવતા નથી કે ભરાતા અટકાવવામાં આવે છે કે શું ? રાજકીય ડખલગીરીની ચર્ચા થઇ રહી છે.

(1:39 pm IST)