Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

પોરબંદર લીઓ કલબ નવરાત્રી રમઝટ સાથે સેવાકીય કામગીરીની હારમાળા

પોરબંદર તા.ર૧ : લીઓ કલબ દ્વારા નવરાત્રી પર્વના રમઝટમાં માત્ર રાસની જ રમઝટ નહી પરંતુ સામાજીક પ્રવૃતિઓની પણ હારમાળા રચાશે. અર્વાચીન ગરબીમાં શહેરમાં સૌથી જુના આયોજન  છે અને ખાસીયત એ છે કે, માત્ર યુવા શકિત માટે મતાજીની ભકિત જ નહી પરંતુ સાથે સાથે અનેક સામાજીક પ્રવૃતિઓ પણ આ આયોજનમાં કરવામાં આવે છે. અને જેમાં રકતદાન કેમ્‍પનું આયોજન વૃધ્‍ધાશ્રમના વૃધ્‍ધો તથા અંધગુરૂકુળના વિદ્યાર્થીઓ તથા અંધ પુસ્‍તકાલયના વડીલો તથા મંબુધ્‍ધિના બાળકો તથા પોરબંદરમાં વિશિષ્‍ટ કામગીરી કરનારનુ સન્‍માન જેવી અનેક પ્રવૃતિઓ આ આયજનની સાથે કરવામાં આવે છે કે

ગરીબ દર્દીઓની દવા અને બાળકોના ભણતરની ફી માટે કોઇ દાતાઓને ફો ન કરવો પડે તેના બદલે આવુ શ્રેષ્‍ઠ આયોજન કરી પૈસાની બચત કરી અને તે પૈસાનો સદ્દઉપયોગ સામાજીક પ્રવૃતિઓમાં થાય તેવા હેતુથી આ આયોજન કરાયુ છે.

આ આયોજનને સફળ બનાવવા માટે એડવોકેટ ભરતભાઇ લાખાણી  તેમજ પ્રવિણભાઇ ખોરાવા ઉપરાંત, હિતેશભાઇ રૂધાણી, કેતનભાઇ શાહ, હિતેશ કારીયા, ચિરાગ કારીયા, મહેન્‍દ્રભાઇ જુંગી, અલ્‍પેશ મશરૂ, મનોજ બદીયાણી, અશ્વીન મોરઝરીયા તથા પરેશ પારેખ, વિજય દતાણી, શૈલેષભાઇ કોટેચા જેહમત ઉઠાવી રહેલ છે.

(2:39 pm IST)