Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

સાવરકુંડલા : કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા તેજસ્‍વી વિદ્યાર્થીઓનું સન્‍માન

સાવરકુંડલાઃ ગોંડલ મુકામે છેલ્લા ૧૪ વર્ષોથી ગોંડલ શહેર-તાલુકા અને કોટડાસાંગાણી તાલુકામાં વસવાટ કરતાં શિક્ષણ ક્ષેત્રે તેજસ્‍વી વિદ્યાર્થીઓને સન્‍માવવામાં આવે છે. ચાલુ વર્ષે પણ કે.જી.થી પી.જી. સુધીના વિદ્યાર્થી ભાઇ-બહેનોને પ્રોત્‍સાહિત કરવાનો એક કાર્યક્રમ ગોંડલ મુકામે યોજાય ગયો. જેમાં સમાજનાં લગભગ સોએક બાળકોને સન્‍માનવામાં આવ્‍યા. આ કાર્યક્રમમાં અધ્‍યક્ષ સ્‍થાને પાળીયાદ જગ્‍યાના મહંત ઉપરાંત બહોળી સંખ્‍યામાં વાલીઓ તથા સમાજના આગેવાનો ઉપસ્‍થિત રહયા. આ કાર્યક્રમની ખાસ વાત એ હતી કે સમગ્ર ગુજરાતમાંથી શાળા સંચાલન સાથે સંકળાયેલા કાઠી ક્ષત્રિય સમાજના અગ્રણીઓને પણ સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા.

(1:41 pm IST)