Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

નમો ખેડૂત પંચાયત અંતર્ગત-ગાંધીનગર મુકામે ઇ-બાઇક રેલી

 અમરેલી : નમો કિસાન પંચાયત અંતર્ગત રાજયના જુદા-જુદા વિસ્‍તારમા યોજાયેલ કાર્યક્રમોમા ભાજપના રાષ્‍ટ્રિય આગેવાનો અને પ્રદેશ આગેવાનો ઉપસ્‍થિત રહયા હતા જેમા ગાંધીનગર મુકામે ભારતીય જનતા પક્ષના રાષ્‍ટ્રિય અઘ્‍યક્ષ જે.પી.નડ્ડા, પ્રદેશાઘ્‍યક્ષ સી.આર.પાટીલ, રાષ્‍ટ્રિય સહકારી અગ્રણી દિલીપ સંઘાણીની ઉપસ્‍થિતીમા ઈ-બાઈક ને પ્રસ્‍થાન કરાવવામા આવેલ હતું આ તકે કિસાન મોરચાના રાષ્‍ટ્રિય અઘ્‍યક્ષ, રાજકુમાર ચાહર, રાષ્‍ટ્રિય મહામંત્રી બાબુભાઈ જેબલીયા, કિસાન મોરચાના પ્રદેશ મહામંત્રી હિતેશભાઈ પટેલ સહિતના કિસાન આગેવાનો ઉપસ્‍થિત રહયા હતા. કિસાન પંચાયત બાદ સંઘાણી સહિતના આગેવાનો ઈ-બાઈકને લીલીઝંડીથી પ્રસ્‍થાન કરાવેલ જે ૧૮ર વિધાનસભાને આવરી લેશે જેમા કાર્યકર્તાઓ બાઈક સવારી સાથે ગ્રામ્‍ય જનતાની વચ્‍ચે જનાર આ સંગઠનાત્‍મક કાર્યક્રમોમા દિલીપ સંઘાણી ઉપસ્‍થિત રહયા  હોવાનું યાદીમા જણાવાયેલ છે. 

(1:42 pm IST)