Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

છ મહીનાથી ગુમ ઇસમને શોધી પરીવાર સાથે મિલન કરાવતી રાજુલા પોલીસ

રાજુલા,તા.૨૧ : અમરેલી પોલીસ અધિક્ષક  હિંમકરસિંહ દ્વારા ગુમ/અપહરણ થયેલા વ્‍યક્‍તિ/બાળકો તથા મહિલાઓને શોધી  કાઢવા  સ્‍પેશ્‍યલ ગુમ અપહરણ ડ્રાઇવનુ આયોજન કરેલ હોય જે અંગે નાયબ પોલીસ અધિક્ષક કે.જે.ચૌધરીએ સા.કુંડલા ડીવીઝનમાં પરીણામલક્ષી કામગીરી કરવાં સુચના આપેલ,

 જે અન્‍વયે રાજુલા પો.સ્‍ટે.ના પોલીસ ઇન્‍સ. એ.એમ.દેસાઇનાઓની સુચના નીચે રાજુલા પો.સ્‍ટે.ના ટાઉન બીટ ઇન્‍ચાર્જ ભરતભાઇ એમ વાળા અનાર્મ હેઙ.કોન્‍સ તથા ઘનશ્‍યામભાઇ હસમુખભાઇ મહેતા અનાર્મ પો.કોન્‍સ તથા ભરતસિંહ લાખાભાઇ ગોહિલ પો.કોન્‍સ  તથા  રાજુલા પોલીસ ટીમ  દ્રારા રાજુલા  પો.સ્‍ટે. ગુમ  જાણવા જોગ નં.૦૮/૨૦૨૨ તા.૨૩/૦૩/૨૦૨૨ મુજબના કામે ગુમ થયેલ ઇસમને મહુવા તાલુકાના ઉમણીયાવદર મુકામેથી શોધી કાઢી ગુમ થનારને તેના પરીવાર સાથે સુખદ મિલન કરાવી, ગુમ થનાર  કાળુભાઇ બચુભાઇ ગોહિલ (કોળી) ઉ.વ.૩૫ ધંધો.મજુરી રહે.રાજુલા મફતપરા ઘુઘરીયાળી માતાના મંદિર પાસેનું નિવેદન લઇ કાર્યવાહી કરી હતી.

(1:43 pm IST)