Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

અમરેલી જિલ્લાની પાંચેય વિધાનસભાની ચૂંટણીમાં દાવેદારી નોંધાવવા કોંગ્રેસમાં થનગનાટ

ધારી-બગસરા-ખાંભા બેઠક ઉપર સૌથી વધારે નામ આવ્‍યા

 (અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી,તા. ૨૧ : આગામી વિધાનસભાની ચુંટણીના બ્‍યુગલ વાગી ગયા છે ત્‍યારે હાલ કોંગ્રેસ પક્ષમાં વિધાનસભાની ચુંટણી લડવા કોંગ્રેસના કાર્યકરોમાં થનગનાટ જોવા મળી રહયો છે, ત્‍યારે કોંગ્રેસના પાયાના કાર્યકરો પોતાની દાવેદારી નોંધાવી રહયા છે. ત્‍યારે અમરેલી જિલ્લાની પાંચેય વિધાનસભાની બેઠકોમાં પણ કોંગ્રેસના કાર્યકરો, હોદેદારો પોતાની દાવેદારી નોંધાવી રહયા છે.

અમરેલી- કુંકાવાવ વિધાનસભાની બેઠક માં શંભુભાઇ મોહનભાઈ દેસાઈ, લાઠી-બાબરા વિધાનસભા મયુરભાઇ ડી. આંસોદરીયા તથા જિ.પં.ના વિપક્ષ નેતા પ્રભાતભાઇ દાદાભાઇ કોઠીવાળ તથા પ્રદીપભાઇ વિનુભાઈ સાકરીયા , સાવરકુંડલા-લીલીયા વિધાનસભા બેઠકમાં વલ્લભભાઇ ભીમાભાઇ ઝીંઝુવાડીયા, ધારી-બગસરા-ખાંભા વિધાનસભા બેઠકમાં ડો. કિર્તીભાઈ બોરીસાગર, સુરેશભાઈ મનુભાઇ કોટડીયા, અશોકભાઈ મુળજીભાઇ ચાવડા, ધીરૂભાઇ ભાણાભાઇ ભારોલા, વિશાલભાઇ મગનભાઇ માલવીયા, બાબુભાઇ ખોડાભાઇ સાવલીયા, રવિભાઇ રાજેન્‍દ્રભાઈ હિરાણી, કે.કે. ચૌહાણ, લીલાવતીબેન પ્રતાપભાઇ સતાસીયા, ચંદુભાઇ વલ્લભભાઇ વાગડીયા, અનિલકુમાર એન. શેખ, ટીકુભાઇ કે. વરૂ, ચાંપરાજભાઈ અમરૂભાઇ ધાધલ, ભરતભાઇ ડી. ભાલાળા, દીલીપભાઇ મનસુખભાઇ સાવલીયા, દીપાલીબેન શરદકુમાર મકવાણા, ચીરાગભાઇ પરમાર તથા રાજુલા-જાફરાબાદ વિધાનસભા બેઠકમાં ટીકુભાઈ કે. વરૂ એ પોતાની દાવેદારી નોંધાવી છે.

ઉપરોકત પાંચેય બેઠકમાં સૌથી વધુ ધારી-બગસરા-ખાંભા વિધાનસભા બેઠક ઉપર સૌથી વધારે દાવેદારોએ પોતાની દાવેદારી નોંધાવી છે. તેમ અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ડી.કે. રૈયાણીની યાદી જણાવે છે.

(1:43 pm IST)