Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

એવોર્ડ અર્પણ

 અમરેલી : ભારત - ૨૪ અને ફસ્‍ટ ઇન્‍ડિયા ન્‍યુઝ દ્વારા ગીફટસીટી ગાંધીનગર ખાતે મુખ્‍યમંત્રીગૃહમંત્રીના હસ્‍તે ગુજરાત ના એવા વિશેષ વ્‍યક્‍તિ પ્રતિભાઓને સન્‍માનિત કરવામાં આવ્‍યા કે જેમણે સામાજિક અને ઔદ્યોગિક ક્ષેત્રે વિશેષ કામગીરી કરી સમાજની પ્રગતિ માં સિંહ ફાળો આપ્‍યો હોય. આ કાર્યક્રમ અંતર્ગત શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા ચેરીટેબલ ટ્રસ્‍ટ ના મેનેજીંગ ટ્રસ્‍ટી  ચુનીભાઈ ગજેરા ને શિખર સન્‍માન એવોર્ડ થી સન્‍માનિત કરવામાં આવ્‍યાં. ગજેરા ટ્રસ્‍ટ અને લક્ષ્મી ડાયમંડ દ્વારા સતત ચાલતી સામાજિક સેવા પ્રવૃતિઓ અને ઔદ્યોગિક ક્ષેત્ર ની હરણફાળ ને ધ્‍યાને લઇ એવોર્ડ એનાયત કરવામાં આવ્‍યો હતો.

(1:45 pm IST)