Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

અમરેલીમાં હિન્‍દુ ધર્મસેનાની ટીમની પદ નિયુક્‍તિ સંપન્‍ન

અમરેલી,તા.૨૧ :  અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત હિન્‍દૂ ધર્મ સેના અમરેલી જિલ્લા ના તમામ તાલુકા ની ટીમ ની પદ નિયુક્‍તિ કાર્યક્રમ યોજવામાં આવેલ...

આ કાર્યક્રમમાં અખિલ ભારતીય સંત સમિતિ અધ્‍યક્ષ પૂજ્‍ય નૌત્તમ સ્‍વામી તેમજ  શ્રી વિજયબાપુ સતાધાર, રાજેન્‍દ્રદાસ બાપુ તોરણીયા ,  શ્રી માધવપ્રિય સ્‍વામી,  પૂજ્‍ય શ્રી રામ મનોહરદાસ બાપુ સહિત તમામ સાધુ સંતો મહંતો બહોળી સંખ્‍યા માં હાજર રહેલ. કેન્‍દ્રીય મંત્રી  મનસુખભાઈ માંડવીયા, સાંસદ નારણભાઈ કાછડિયા, જિલ્લા ભાજપ  પ્રમુખ  કૌશિકભાઈ વેકરીયા ,ધારાસભ્‍ય  જે.વી.કાકડિયા, અરવિંદભાઈ બ્રહ્મભટ્ટ મહામંત્રી  ભુપેન્‍દ્રભાઈ બસીયા, રાજેશભાઈ કાબરીયા, જનકભાઈ તળાવિયા, જી. પં.  પ્રમુખ  પ્રતિનિધિ શ્રી જલ્‍પેશભાઈ મોવલીયા સહિત રાજકીય આગેવાનો વેપારી અગ્રણીઓ અમરેલી શહેરના મોભીઓ તેમજ તેમજ અમરેલીના હિન્‍દૂ સંગઠનોના હોદેદારશ્રીઓ તેમજ સેવાકીય સંસ્‍થાના આગેવાનો હાજર રહેલ... હિન્‍દૂ સમાજની દરેક જ્ઞાતિના આગેવાનો તેમજ અમરેલી જિલ્લા , શહેર સહિત દરેક અમરેલી જિલ્લાના તાલુકાની હિન્‍દૂ ધર્મ સેનાના હોદેદારો અને કાર્યકર્તા ભાઈઓ સહિત પુરી ટીમ તેમજ હિન્‍દુત્‍વ ની લાગણી અને સનાતન ધર્મ -ેમી તમામ જનતા અને પત્રકાર મિત્રો હાજર રહ્યા હતા.

(2:37 pm IST)