Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

રાજુલામાં દૂધની ડેરીઓ બંધ

રાજુલા, તા. ર૩ : રાજુલા શહેરમાં ગઈ રાત્રે ઘરે ઘરે જઈને દૂધ વિતરક લોકોએ મોટી સંખ્‍યામાં માર્કેટિંગ યાર્ડ પાસે એકત્ર થઈ એક મીટીંગ યોજી હતી આ મિટિંગનો મુખ્‍ય હેતુ એ હતો કે ગાયને રાષ્‍ટ્રમાતા જાહેર કરો. અન્‍યથા અમે લોકો આવતીકાલે ઘરે ઘરે દૂધ આપવાનું બંધ કરીશું જે અનુસંધાને આજે સવારથી જ લોકોએ દૂધ આપવાનું બંધ કર્યું હતું. સાથે સાથે નાની મોટી ડેરીઓને પણ નમ્ર અપીલ કરવામાં આવી હતી કે તે લોકો પણ તેમની આ માંગમાં જોડાઈ સહકાર આપે આમ ડેરી સંચાલકોએ પણ તેમને માન આપતા તમામ દૂધના વેપારીઓએ આજે બંધ પાળેલ છે પણ અમુલ  માહી જેવી દુધ ડેરી દ્વારા ગઈકાલે સાંજે ૬ વાગ્‍યે જ પોતાના દુધ ના વાહન દ્વારા પોતાના વિક્રેતા એજન્‍સી અને રિટલેટરો ને પહોચતું કરી દીધુ હતુ આ વિક્રેતા એજન્‍સી અને રિટલેટરોએ રાત્રીનાજ દુધ લોકોને વહેંચી આપેલ હતુ લોકોએ આજનું ઉપયોગ માટેનું દુધ ગત રાત્રી નાજ મેળવી લીધુ હતું આજે સવારે ફરી એક વખત મોટી સંખ્‍યામાં દૂધવાળાઓ એકત્ર થઈ એક મિટિંગ કરવા ના છે સવારે ૧૧.૩૦ કલાકે આ મીટીંગ યોજાશે અને આગળ શું કરવું એ અંગે ચર્ચા વિચારણા થશે .

(1:46 pm IST)