Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

ચોટીલા-લીંબડી વચ્‍ચે અકસ્‍માતમાં એકનું મોત

૩ વ્‍યકિતઓને ગંભીર હાલતમાં સારવારમાં ખસેડાયા

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા.ર૧ : રાજકોટ-અમદાવાદ હાઇ-વે ઉપર ચોટીલા-લીંબડી વચ્‍ચે કારને નડેલા અકસ્‍માતમાં ૧ વ્‍યકિતનું મોત થતાા અરેરાટી વ્‍યાપી ગઇ છે. આ અકસ્‍માતમાં ૩ વ્‍યકિતઓને ગંભીર ઇજા થતા વધુ સારવાર માટે હોસ્‍પિટલે ખસેડેલ છે.

ચોટીલાથી રર કિ.મી.દુર લીંબડી તરફ જતા રસ્‍તા ઉપર કાર (નં. જી.જે.૦ ૩ જીએલ ૭૯૪પ)ને અકસ્‍માત નડયો હતો.

પોલીસ અને ૧૦૮ એમ્‍યુલન્‍સ ટીમે મૃતકો તથા ઇજાગ્રસ્‍તોને સારવાર માટે હોસ્‍પિટલે ખસેડેલ છે.

(3:42 pm IST)