Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

ધોરાજી શહેર અને તાલુકા માલધારી સમાજએ સંપૂર્ણ દૂધનો ધંધો બંધ રાખ્યો

ધોરાજીમાં માલધારી સમાજએ મોટરસાયકલ રેલી યોજી માલધારી સમાજ એકતા જિંદાબાદ જિંદાબાદના નારા લગાવ્યા

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:ધોરાજી શહેર અને તાલુકા માલધારી સમાજ એ સંપૂર્ણ દૂધનો ધંધો બંધ રાખ્યો છે 

 ધોરાજીમાં લોકોએ ડેરીના પેકિંગ પાઉચ દ્વારા એક દિવસ વિતાવ્યો હતો ધોરાજી માલધારી સમાજના આગેવાનોએ જણાવેલ કે અમારી સમગ્ર ગુજરાતમાં માલધારી સમાજની 11 માગણીઓ સરકાર નહીં સ્વીકારે તો અમારા ધર્મગુરુ કહેશે તેમ આંદોલન ચાલુ રહેશે તેમ જણાવેલું હતું

ધોરાજી શહેર અને તાલુકાના તમામ દૂધ ની ડેરીઓ બંધ રહી હતી ચા ના હોટેલવાળા માલધારી સમાજે સંપૂર્ણ બંધ પાડ્યો તો બીજા અન્ય સમાજે ધંધો ચાલુ રાખ્યો હતો
માલધારી સમાજ એ મોટરસાયકલ રેલી દ્વારા શહેરમાં રાઉન્ડ લગાવ્યા હતા અને માલધારી એકતા જિંદાબાદ જિંદાબાદના નારા લગાવ્યા હતા આ પ્રકારે જાહેરમાં વિરોધ નોંધાવ્યો હતો  અંતમાં માલધારી સમાજના આગેવાનોએ જણાવેલ કે જ્યાં સુધી અમારા ધર્મગુરુ વડવાળા સાહેબ નહીં કહે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેસે સરકાર અમારી 11 માગણીઓ તાત્કાલિક સ્વીકારે તેવી જાહેરમાં માગણી કરી હતી

(6:43 pm IST)