Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

ખેડામાં 4 માસ અગાઉ યુવતીએ કરેલા આપઘાતમાં ચોંકાવનારો ખુલાસો:આરોપી આપતો અંગત વિડિઓ વાયરલ કરવાની ધમકી

આરોપી દર 5 કલાકે તેના ખાતામાં રૂ. 1 હજાર નાખવાનું કહેતો હતો, અને ફોટો વીડિયો વાયરલ કરવાની ધમકી સાથે બ્લેકમેલીંગ કરતો

ખેડામાં 4 માસ અગાઉ યુવતીએ કરેલા આપઘાતને મામલે ચોકાવનારો ખુલાસો થયો છે. આરોપી અંગત ફોટો વિડિયો વાયરલ કરવાની ધમકી સાથે બ્લેકમેલીંગ કરતો હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે

 યુવતીની કોલેજમાં જ અભ્યાસ કરતો આરોપી વિરેન્દ્ર ભરતભાઈ ચૌધરી તેને બ્લેકમેલ કરી તેની પાસે રૂપિયાની માંગણી કરતો હતો. અને જો યુવતી રૂપિયા આપવાની ના પાડે તો આરોપી એના ફોટા-વિડિઓ વાયરલ કરવાની ધમકી આપતો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર આરોપી દર 5 કલાકે તેના ખાતામાં રૂ. 1 હજાર નાખવાનું કહેતો હતો, અને ફોટો વીડિયો વાયરલ કરવાની ધમકી સાથે બ્લેકમેલીંગ કરતો હતો. સમગ્ર મામલે વસો પોલીસે યુવતીના પિતાના નિવેદનને આધારે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

(12:07 am IST)